
નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ અનુસાર, 32 નવી લિસ્ટેડ કંપનીઓના રૂ.80,000 કરોડના શેર માટેનો લોક-ઈન સમયગાળો ફેબ્રુઆરીમાં સમાપ્ત થવાનો છે. આ સ્ટોક્સ આઈપીઓ પહેલાં રોકાણકારો અને પ્રમોટર્સને આપવામાં આવેલા પ્લેસમેન્ટનો ભાગ છે.
બેન્કર્સ અને બ્રોકર્સે જણાવ્યું હતું કે, આ શેરોનો એક હિસ્સો બજારમાં આવી શકે છે, કેમ કે, વિવિધ રોકાણકારો શેરબજારની અનિશ્ચિતતા વચ્ચે નફો કમાવવાનો પ્રયાસ કરશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લોક-ઈનમાંથી એકિઝટનો અર્થ આવશ્યકપણે બજારમાં વધુ પડતાં પુરવઠાની અપેક્ષા હશે, જે બદલામાં શેરના ભાવ પર અસર કરે છે. સમજદાર રોકાણકારો માટે અમે અપેક્ષા કરીએ છીએ કે, તેમના રોકાણ માટે શિસ્ત અને રણનીતિ હશે. જે માંગ આપૂર્તિના વિચારોથી પ્રેરિત હશે.

જ્યારે કેટલીક વેચણી પોર્ટફોલિયોના પુનઃ સંતુલનને કારણે હોઈ શકે છે. માર્કેટ નિરિક્ષકો બ્રેઈનબીઝ, ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી, પ્રીમિયર એનર્જી, અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા, કોનકાર્ડ બાયોટેક, જ્યુનિપર હોટેલ્સ, સીગલ ઇન્ડિયા અને સ્વિગી જેવી કંપનીઓમાં પ્રી-આઈપીઓ રોકાણકારો તથા પ્રમોટર્સની ક્રિયાઓ પર ચુસ્તપણે નજર રાખશે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, લોક-ઈનના અંતનો અર્થ તાત્કાલિક વેચવાલી ન હોઈ શકે. જો કે નબળી સંભાવના ધરાવતી કંપનીઓના શેર વધુ સંવેદનશીલ છે. નબળું અથવા નેગેટિવ પર્ફોર્મન્સ ધરાવતાં શેરોમાં એન્કર રોકાણકારો તેમના હોલ્ડિંગમાં ઘટાડો કરી શકે છે. છ મહિનાથી વધુ લોક-ઈન સામાન્ય રીતે વ્યૂહાત્મક રોકાણકારો અને પ્રમોટરો દ્વારા રાખવામાં આવે છે. જે ઓપન માર્કેટ વેચાણમાં પરિણમી શકે તેવી શકયતા ઓછી છે. આવા કિસ્સામાં કોઈપણ એકિઝટ બ્લોક ડીલ દ્વારા થવાની શકયતા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
