થાણે જિલ્લાની એક કોર્ટે કલ્યાણ અને ડોમ્બિવલી મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ડોકટરો અને તબીબી કર્મચારીઓની મારપીટ કરવાના આરોપમાં ઝડપાયેલા શિવસેનાના કોર્પોેરેટર રમેશ મ્હાત્રે અને તેમના ત્રણ સાથીદારોના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.
કોર્ટ પરિસરમાં ભારે ભીડ હોવાથી કલ્યાણના સ્થાનિક મેજિસ્ટ્રેટે વિડીયોે કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીના વકીલે તાત્કાલિક જામીન અરજી દાખલ કરી હતી. જોકે, તેના પર કોર્ટ પછીની તારીખે વિચારણા કરશે.
ગત છઠ્ઠી જુલાઈની રાત્રે ડોમ્બિવલીમાં એક નાગરિક સંચાલિત હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો પર હુમલો કરવાના આરોપમાં મ્હાત્રે અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કલ્યાણમાં નાગરિક સંચાલિત હોસ્પિટલમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વ્યાપક આક્રોશ ફેલાયો હતો. એક પરિવારને નવજાત શિશુને બીજી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવ્યા બાદ મ્હાત્રે અને તેમના સાથીઓએ બે ડોકટરો અને અન્ય સ્ટાફ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.
દરમિયાન, સોમવારે કલ્યાણ કોર્ટ્સ બાર એસોસિએશનના સભ્યોએ સ્થાનિક પોલીસ સામે વિરોધ દર્શાવવા માટે કાળા રિબન પહેરી હતી.
વકીલોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે ૧૦ જુલાઈના રોજ સંબંધિત રિમાન્ડ સુનાવણી દરમિયાન તેમને કોર્ટરૃમમાંથી બહાર કાઢયા હતા અને ભારતીય ન્યાય સંહિતા (આઈપીસી) હેઠળ પોલીસના કામમાં અવરોધ લાવવા બદલ ફોજદારી કેસોની ધમકી આપી હતી.કલ્યાણ કોર્ટ્સ બાર એસોસિએશનના એડવોકેટેે આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા મ્હાત્રેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
એસોસિએશને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમ જ બોમ્બે હાઈકોર્ટને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં ચાર મુખ્ય માંગણીઓ ઉઠાવવામાં આવી છે, જેમાં વકીલોને કથિત રીતે ધમકી આપનાર વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરની માફી અને સસ્પેન્શન સહિતની માગણીનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
