હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝના આઈપીઓ પર પહેલા દિવસે 52 ગણાથી વધુ દાવ લગાવવામાં આવ્યો છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 48 રૂપિયા છે. તો કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 100 રૂપિયા પહોંચી ગયું છે. 

એક નાની કંપની હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝના આઈપીઓ પર લોકો તૂટી પડ્યા છે. કંપનીના આઈપીઓ પર લોકો દાવ લગાવી રહ્યાં છે.    હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝના આઈપીઓ પર પ્રથમ દિવસે 52 ગણાથી વધુ દાવ લાગ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં અત્યારથી ધમાલ મચાવી રહ્યાં છે. હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝ  (Hariom Atta and Spices) ના શેર ગ્રે માર્કેટમાં 200 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 21 મે 2024 સુધી ખુલ્યો છે.

લિસ્ટિંગવાળા દિવસે 148 રૂપિયા પર પહોંચી શકે છે શેર
આઈપીઓમાં હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝ  (Hariom Atta and Spices) ના શેરનો ભાવ 48 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ પ્રમાણે હરિઓમ આટાના શેર પ્રથમ દિવસે 148 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે. એટલે કે હરિઓમ આટાના આઈપીઓમાં જે ઈન્વેસ્ટરોને કંપનીના શેર એલોટ થશે, તે લિસ્ટિંગના દિવસે 209 ટકા ફાયદાની આશા કરી શકે છે. હરિઓમ આટાના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 22 મેએ થશે. તો કંપનીના શેર 24 મે 2024ના બજારમાં લિસ્ટ થશે. 

પ્રથમ દિવસે 52 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો IPO
હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝનો આઈપીઓ પ્રથમ દિવસે ટોટલ 52.19 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરનો કોટા 86.09 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. તો નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો કોટા 18.25 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 3000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે 1.44 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 99.99 ટકા છે, જે હવે 69.95 ટકા રહી જશે.

શું કરે છે કંપની
હરિઓમ આટા એન્ડ સ્પાઇસેઝની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. કંપની લોટ, મસાલા અને બીજી ફૂડ પ્રોડક્ટ્સને તૈયાર કરે છે. કંપની હરિઓમ બ્રાન્ડ નામથી લોટ, મસાલા, પોલીશ વગરની દાળો, અનાજ અને સરસવનું તેલ વેચે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us