
ઘાટકોપર, મુલુન્ડ , મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં મોટા પાયા પર રિડેવલોપમેન્ટ પ્રોજેકટસ ચાલી રહ્યા છે
મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓના રિડેવલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા હોવાથી ભાડાના ઘરોની ડિમાન્ડમાં ધૂમ ઉછાળો નોંધાયો છે.ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અને પડોશના થાણે અને નવી મુંબઈમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરભાડાં વધી રહ્યા છે.
મુંબઈમાં ઘણી બિલ્ડિંગો ૫૦-૬૦ વર્ષ અથવા વધુ વર્ષ અગાઉ બાંધવામાં આવી હતી આ બિલ્ડિંગોના રિડેવલોપમેન્ટની જરૃરત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સરકાર ઍઅને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી જુની બિલ્ડિંગોના ડિવેલોપમેન્ટને પ્રોત્સાહન આપે છે.

છેલ્લા ૧૨-૧૮ મહિનામાં ઘરોના સરેરાશ ભાડામાં ૨૫-૩૦ ટકા ઉછાળો નોંધાયો છે જે અગાઉના વર્ષોેમાં દરેક ૧૧ મહિના પછી ૫-૭ ટકા જેટલો જ હતો. મોટા ભાગના રિડવેલપમેન્ટ પ્રોજેકટસ ૩ વર્ષમાં પૂરા થતા હોય છે જ્યારે કેટલાંક કિસ્સાઓમાં ૪ વર્ષનો સમય પણઇ થતો હોય છે. તાડદેવ, મહાલક્ષ્મી, મઝગાંવ, ભાયખલા, વર્લી, દાદર, બાન્દ્રા, ચેમ્બુર, ઘાટકોપર, મુલુન્ડ , મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં મોટા પાયા પર રિડેવલોપમેન્ટ પ્રોજેકટસ ચાલી રહ્યા છે આવા પ્રોજેકટસ ડેવલોપ્રસ પોતાના ભાડૂતોને ભાડું ચૂકવતા હોય છે પણ જે અન્ય શહેરોમાંથી નોકરી ધંધા માટે આ શહેરમાં વસવાટ કરે છે તેમને ૅઊંચા ભાડા પોષાતા નથી.
પોશ લોકેશન્સમાં મોટા ભાગના બિલ્ડરો ભાડા પેટે પોતાના જૂના ભાડૂતોને રૃ.૫૦,૦૦૦થી ૧ લાખ ચૂકવે છે. અને આના પગલે પોષાય તેવા ભાડો હોય તેવા વિસ્તારોમાં પણ ભાડા વધે છે મીરા રોડ, થાણે અને નવવી મુંબઈમાં કેટલાંક ભાડૂતો શિફટ થતા હોય છે અને તેમને વધુ ભાડા ચૂકવવા પડે છે.

આગામી બે વર્ષમાં ૧૩,૦૦૦ જેટલી જૂની અને ખખડધજ બિલ્ડિંગોનું રિડેવલોપમેન્ટ હાથ ધરાશે તેવું એક રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતોનુું કહેવું છે. મ્હાડાએ જૂની બિલ્ડિંગોના ઓડિટ માટે સ્ટ્રકચરલ કન્સલ્ટન્સની નિમણૂક કરી છે. એક અંદાજ અનુસાર મુંબઈની રિડેવલોપમેન્ટ માર્કેટનું મૂલ્ય રૃ.૩૦,૦૦૦ કરોડથી વધુ છે અને ૩૦ વર્ષથી જૂની બિલ્ડિંગનું રિડવેલપમેન્ટ થઈ શકે છે તેવો બીએમસીનો નિયમ છે.
મુંબઈમાં ખુલ્લી જગ્યાની શોર્ટેજ છે ત્યારે જૂની ઈમારતોના રિડેવેલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા છે તે પ્રોત્સાહકજનક છે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
