June 13, 2024
11 11 11 AM
10 лучших казино онлайн: Популярные платформы для новичков и профессионалов
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ
G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद
મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ
વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે
અવસાન નોંધ
પ્રાર્થનાસભા- મરણનોંધ
Breaking News
10 лучших казино онлайн: Популярные платформы для новичков и профессионалов પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે અવસાન નોંધ પ્રાર્થનાસભા- મરણનોંધ

ધર્મમંથન – મંદિરમાં પ્રદક્ષિણા (પરિક્રમા) કરવાનું મહાત્મય….

ભગવાન ગણેશજી અને કાર્તિકજીને ભગવાને પૃથ્વિ ફરતે ફરી આવવાનું કહ્યું. કાર્તિકજી પૃથ્વી ને ચક્કર મારવા નિકળી પડયા. અને ભગવાન શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા કરી બેસી ગયા. કાર્તિકજી જ્યારે પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યાં ગણેશજીને બેઠેલા જોઈ આશ્ચર્યમાં પડી ગયા. કેમકે માતા-પિતા-ગુરુ-આચાર્ય તથા દ્રષ્ટિ દેવની ફરતે પ્રદક્ષિણા કરો એટલે વિધિની પ્રદક્ષિણા થઈ ગણાય તેથી ગણેશજી તેમાં જીતી ગયા.

પ્રદક્ષિણા એટલે ભગવાનનું સ્વરૂપ મનમાં ઠસાવવા મૂર્તિ કે પૂજનિય વ્યક્તિની આસપાસ વર્તુળાકારમાં ફરવું. ભગવાનની પ્રદક્ષિણા કરવાથી માણસ પુણ્યકણા તથા પવિત્રકણો યુક્ત બને છે. પરંતુ તે અંતરની દિવ્યદ્રષ્ટિ તથા દિવ્ય ભાવથી થવી જોઈએ.

વર્તુળનું મધ્યબિંદુ એ તેનું કેન્દ્ર સ્થાન છે. ભગવાન-ઈષ્ટદેવ આપણા જીવનનો મધ્યબિંદુ પરમાત્મા છે. તેથી તેનો આપણાં ઉપર જેટલો ઉપકાર છે તેટલો ઉપકાર બીજા કોઈનો નથી. તેથી કોને મધ્યબિંદુ સમાન કેન્દ્રમાં રાખી આપણે તેની પ્રદક્ષિણા કરી તેમના ઋણને નમ્રતા પૂર્વક પ્રદક્ષિથી સ્વિકાર કરીએ છીએ.

વિજ્ઞાાનની દ્રષ્ટિએ વિચારીએ તો જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે સંસારના નાના મોટા વિચારોથી ઘેરાયેલા હોઈએ છીએ. પરંતુ પ્રભુ દર્શનથી એ વિચારો ધીરે ધીરે દુર થતા જાય છે. પરંતુ જ્યારે આપણા એક ચિત્તે જેવી પ્રદક્ષિણા કરવા માંડીએ છીએ. એટલે શરીર અને મન લયબદ્ધ બને છે. મન પ્રભુની યાદમાં લીન થઈ જાય છે. શરીર પણ યાત્રામય બને છે. કેટલાક લોકો એક, ત્રણ સાત કે અગિયાર પ્રદક્ષિણા કરતા હોય છે. ખરેખર આપણે સહુ ત્રણ પ્રકારનાં દુઃખોથી પિડિતા હોઈએ છીએ આધ્યાત્મિક, અધિભોતિક અને અધિદૈવિક, આ ત્રણ દુઃખો ને હરવાની પ્રાર્થના સાથે ઓછામાં આછી ત્રણ પ્રદક્ષિણા કરવી ઈચ્છનીય છે. પ્રદક્ષિણા કરતી વખતે મનને પ્રભુમય બનાવવું જરૂરી છે.

સામાન્ય રીતે જોઈએ તો ઈશ્વર, માતા,પિતા, ગુરૂનો આપણા પર ઉપકાર ખુબ જ છે તેથી તેનો ઉપકાર માનવા તેની પ્રદક્ષિણા કરીએ છીએ.

પ્રદક્ષિણા પાછળનો હેતુ મન અને શરીરને બનાવવાનો માનવામાં આવે છે. શુભભાવનાથી કરેલી પ્રદક્ષિણા મન-શરિર અને ભક્તિ માટે ખૂબ જ લાભદાયી બને છે.

જમણી બાજુથી પ્રદક્ષિણા :- દૈવી શક્તિ તથા તેનું તેજોમયતા સ્વભાવત : દક્ષિણ વર્તી (જમણી બાજુ) હોય છે. એટલે કે એ મંડલની દિવ્ય પ્રભા સદૈવ દક્ષિણ તરફથી એટલે કે જમણી તરફથી ગતિમાન થાય છે જે સ્થાન ઉપર દેવતાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તે સ્થાનનાં મધ્યબિંદુથી કેટલાંક અંતર સુધી દેવી-દેવતાની દિવ્ય પ્રભા પથરાયેલી હોય છે. નજીકમાં તે વધુ અને દૂર ક્રમશઃ તે ઓછી થતી જાય છે. તે દેવી-દેવતાની ચારે તરફ ફરવાથી તેના તજો મંડળ નીકળતા હોવાથી આપણને ચારે તરફ ચારેય બાજુથી ચોંટી જાય છે. અને તેજની લહેરોમાંની ગતિની દિશામાં આપણે ચાલીએ તો તે દેવતાના જ્યોર્તિમણ્ડલનાં અંતર્ગત રહેલા દિવ્યકણોના લીધે સત્વગુણનાં પરમાણુ તથા પવિત્ર ગુણોની સહજ રીતે આપણને પ્રાપ્ત થાય છે.

તેથી દેવતાનાં તેજ જમણી બાજુથી જતા હોવાથી તેની પ્રદક્ષિણા પણ તેજ રીતે કરવામાં આવે છે. દેવતાની ચારે બાજુ જમણી બાજુથી કરવું. પ્રદક્ષિણા કરવામાં આવે તેટલી વધુ દિવ્યતા આપણે પ્રાપ્ત કરીશું. અને આપણું વ્યક્તિ સ્વચ્છ-સાત્વિક અને પુનિત બનશે.

તાત્વિક કારણ :- ધર્મ શાસ્ત્રનું સ્વરૂપ મોટે ભાગે અધિદૈવિક હોય છે. તેથી આપણી ગ્રહણ શક્તિને બુદ્ધિને તે રીતે દિવ્ય બનાવી શકીએ તો શાસ્ત્રમાં કહેલી વાતો, તેની પાછળનું વિજ્ઞાાન, પ્રાકૃતિક નિયમો વગેરે જે શાસ્ત્રો ઉપર આધારિત છે. તે સમજાઈ અને આપણે તેને શાસ્ત્ર સંમત કહી શકશું. આયુર્વેદની ચરક સહિતાએ આને આપ્ત પ્રમાણ કહેલ છે. એટલે ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોએ આપણે અનુસરીયા છીએ.

દૈવી આભામંડળની ગતિ દક્ષિણાવર્તી હોય છે. એટલે તેની વિરૂદ્ધ આપણી ગતિ હોય છે. એટલે ડાલી બાજુથી હોય એટલે કે ડાબી બાજુથી જો પ્રદક્ષિણા કરીએ તો આપણાં અંદરના જે દિવ્ય પરમાણુ અસ્તિત્વમાં પહેલેજથી છે તે જ્યોતિમંડળનાં સંઘર્ષમાં આવવાથી તેનો અપવ્યયકેનષ્ટ થશે. અને આ પુણ્યકણોનો નાશ થવોએ એક પ્રકારનું પાપ છે. તેથી ડાબી બાજુની પરિક્રમા કે પ્રદક્ષિણા પાપ રૂપ છે. વર્જીત છે. અને દક્ષિણ બાજુથી થતી પ્રદક્ષિણા પુણ્યરૂપ હોવાથી સ્વીકારવામાં આવી છે. અર્થાત્ જમણી બાજુથી જ પ્રદક્ષિણા થાય તેની પાછળ અંધ વિશ્વાસ નથી પરંતુ વિજ્ઞાાનમય તથ્ય તેમાં અપાયેલું છે.

મહાદેવના શિવલિંગની પ્રદક્ષિણા :- માત્ર મહાદેવના મંદિરમાં પ્રદક્ષિણા તેની જલધારીના નીચલા ભાગ સુધી જઈ પાછા ફરવાનું હોય છે અને પછી બીજી બાજુથી, આમ બન્ને બાજુથી કરવાની હોય છે. તેની પાછળ એક ભાવાત્મક કારણ પણ છે. કે શિવલિંગના થાળામાંથી જે અભિષેકનું પાણી વહેતુ હોય છે તેને ઓળંગવુ જોઈએ નહિં તેનાં સ્પર્શ કરી પાછા ફરી બીજી બાજુથી આવી પ્રદક્ષિણા પુરી કરાય છે. પરંતુ આ એક માત્ર અપવાદ સિવાય બધા જ દેવતાઓની પ્રદક્ષિણા જમણી બાજુથી પુરેપુરી કરવાની હોય છે.

પ્રદક્ષિણા કરતાં કરતાં ભગવાનનું ચિંતન કરતાં કરતાં બોલવાનું કે

यानि कानि च पापानि जन्मान्तर कृतानिच ।

तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे ।।

જીવનમાં – જન્માંતરમાં જે કાંઈ મારાથી પાપો થયા હોય તોઆ પ્રદક્ષિણાનાં પગલે પગલે નષ્ટ થાજો.

પ્રદક્ષિણા કરતા કરતાં ભગવાનું ચિંતન કરતા જવાનું અને ભગવાનનું નામ મંત્ર કે ઉપરનો શ્લોક બોલતો જવાનો અને પ્રદક્ષિણા કર્યા પછી ભગવાનને પ્રણામ કરવાના, મંત્ર-પુષ્પ પ્રભુના ચરણે ધરી આખરે જીવ પુષ્પનાં સમર્પણની ભાવના કેળવતા જવાનું (આપણો સાંસ્કૃતિક વારસામાંથી) પ્રદક્ષિણાનું આટલું મહત્વ હોવાથી જીવનને નમ્ર પ્રભુમય બનાવીને સમર્પણના ભાવો ભક્તિ પૂર્ણ અર્પણ કરીએ છીએ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us