વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકે (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) પોતાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દેશના ફેડરલ માળખા (સંઘવાદ) ને મજબૂત કરવા અંગે એક વિશેષ લેખ લખ્યો છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ દાયકાઓ જૂના જટિલ આંતર-રાજ્ય સરહદી અને પાણી વિવાદો હવે સંવાદના માધ્યમથી ઉકેલાઈ રહ્યા છે, જે દેશને પ્રગતિ તરફ આગળ ધપાવે છે.
સહકારી સંઘવાદ (Cooperative Federalism) પર ભાર વડાપ્રધાન મોદીનું માનવું છે કે તમામ રાજ્યોના એકસાથે વિકાસ વગર ભારત આગળ વધી શકે નહીં. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે કેન્દ્રની તત્કાલીન સરકારો સાથેના મતભેદોને કારણે કલ્યાણકારી કામો કેવી રીતે અટકે છે તેનો અનુભવ તેમણે જાતે કર્યો હતો. આથી જ તેમણે ગૃહમંત્રી અમિત શાહને રાજ્યો વચ્ચેના જૂના વિવાદો ઉકેલવાની જવાબદારી સોંપી છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉકેલાયેલા 5 મુખ્ય આંતર-રાજ્ય વિવાદો:

- આસામ-નાગાલેન્ડ હાઇડ્રોકાર્બન સમજૂતી: 11 જૂને કેન્દ્ર, આસામ અને નાગાલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી (MoU) થઈ. સરહદ વિવાદ ઉકેલાય તે પહેલા જ બંને રાજ્યો 1,000 ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં હાઇડ્રોકાર્બન (તેલ/ગેસ) ની આવક 50:50 રેશિયોમાં વહેંચવા સંમત થયા છે.
- કિશાઉ બહુલક્ષી ડેમ પ્રોજેક્ટ: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી વચ્ચે 8 વર્ષથી અટકેલો પ્રોજેક્ટ ફરી શરૂ થયો.
- અપર યમુના બેસિન કરાર: રાજસ્થાન અને હરિયાણા વચ્ચે 1994થી (32 વર્ષથી) પેન્ડિંગ રહેલા કરારને અમલમાં મૂકવાની સમજૂતી થઈ.
- નર્મદા એવોર્ડ ચૂકવણી: મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે દાયકાઓથી બાકી નીકળતી રકમનું વન-ટાઇમ સેટલમેન્ટ કરાયું.
- સોણ નદી (Sone River) વિવાદ: બિહાર અને ઝારખંડ વચ્ચે છેલ્લા 25 વર્ષથી ચાલતા સોણ નદીના પાણીના વિવાદનો અંત આવ્યો.

આ સિવાય આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે પણ સંપત્તિઓ અને જવાબદારીઓની બાકી રહેલી વહેંચણીનો કાયમી ઉકેલ લાવવા માટે સંમતિ સધાઈ છે. આ કરારો દેશના લગભગ 15 રાજ્યોને આવરી લે છે, જે ભારતીય સંઘવાદના નવસર્જનનો સૌથી મોટો પુરાવો છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

