
રેન્ટ (ભાડેથી) પાર્કિંગ અથવા પેઇડ પાર્કિંગને કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં થતી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવી શકે છે જેની શરૂઆત મુંબઈ, થાણે અને પુણે જેવા શહેરોથી કરવામાં આવી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું, મહારાષ્ટ્ર માટે સરકાર પાર્કિંગ પોલિસી બનાવી રહી છે. દરેક પાલિકાને પાર્કિંગની જગ્યા માટેનો નકશો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય વાહનચાલકો ભાડેના પાર્કિંગની શોધ કરી શકે તે માટે સોફ્ટવેર પણ બનાવવામાં આવી રહ્યો છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

વરલી ખાતેના રાજ્ય પરિવહન વિભાગના મુખ્યાલયના શિલાન્યાસ કાર્યક્રમાં ફડણવીસે ઉક્ત નિવેદન આપ્યું હતું. સૌથી પહેલા નકશો અને એપ બનાવવાનું મુખ્ય કામ છે ત્યાર બાદ પાર્કિંગ બનાવવાનું હાથ ધરાશે. મુંબઈમાં ઘણા જાહેર પાર્કિંગ છે જેમાં બિનઉપયોગી જગ્યાઓ છે. ભવિષ્યમાં જો વાહનચાલકોને પાર્કિંગ માટેની જગ્યા નહીં મળે તો તે એપ દ્વારા ભાડેથી પાર્કિંગની જગ્યા શોધી શકશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પાર્કિંગ માટેની નવી પોલિસીની જાહેરાત સૌપ્રથમ વખત ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૪માં કરાઇ હતી જે સરકારના બહુચર્ચિત ૧૦૦ દિવસના પરિવર્તનનો એક ભાગ છે. ડિસેમ્બર, ૨૦૨૪માં સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે વાહન ખરીદતી વખતે જ સટિફાઇડ પાર્કિંગ એરિયાનું સટિફિકેટ આપવાનું રહેશે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
