
અખિલ ભારતીય ચિત્રકલા સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને શ્રી નાગરદાસ ડી.ભુતા હાઈસ્કૂલના વિદ્યાર્થી દ્વારા હાંસલ કરેલ અસાધારણ સિદ્ધિ મેળવી છે. શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલના ધોરણ ૯ ના વિદ્યાર્થી કુમાર મયંક બલરામ ગૌડાએ ચિત્રકલા સ્પર્ધામાં પહેલું ઇનામ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ‘રંગ 2024 ત્રીજી ઓલ ઈન્ડિયા આર્ટ એન્ડ પરફોર્મન્સ કોમ્પિટિશન’ જુલાઈ થી ઓક્ટોબર દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભારતભરમાંથી ચિત્રકલા, નિબંધ લેખન, શોર્ટ ફિલ્મ અને વકૃત્વ જેવી વિવિધ શ્રેણીઓમાં તમામ વય જૂથના ૬૫00 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાની થીમ ભારતના ‘વન્યજીવન, પ્રકૃતિ અને જંગલો’ હતી. માસ્ટર મયંક ગૌડાએ ચિત્તાનું જીવંત ચિત્ર દોર્યું હતું. ચિત્તાનું આબેહૂબ ચિત્ર દોરીને પોતાની અસાધારણ પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલના વિદ્યાર્થી મયંકએ પોતાનું અદ્ભુત ચિત્ર રજૂ કરી ચિત્રકલા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યુ હતુ.

આ અમૂલ્ય સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી કમલેશભાઈ ભુતા અને ટ્રસ્ટી દેવાંગીબેન ભુતાએ માસ્ટર મયંકને અભિનંદન પાઠવ્યા હતા. મયંકની ચિત્રકલા ક્ષેત્રની અભિરુચિ જોઈને તેના પિતા શ્રીબલરામ ગૌડા અને માતા શ્રીમતી પ્રમોદા ગૌડાએ તેના અભ્યાસની સાથે – સાથે કલા ક્ષેત્ર માં પણ મહેનત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કર્યો છે.
ચિત્રકલા શિક્ષકનું ભરપૂર માર્ગદર્શન
આ સ્પર્ધા માટે શાળાના ચિત્રકલા શિક્ષક સત્યેન્દ્ર યાદવે ભરપૂર માર્ગદર્શન કર્યું છે. સમગ્ર શાળાએ ગર્વભેર મયંકની સફળતાની પ્રશંસા કરી અને તેના શાનદાર પરાક્રમ બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ સિદ્ધિ ભવિષ્યમાં તેને મોટી તક માટે પ્રેરણારૂપ બની રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
