July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

માત્ર સ્મૃતિ ઈરાની જ નહીં, મોદી સરકારના ચાર મંત્રીઓ ચૂંટણી હારી ગયા, જુઓ લિસ્ટ

લોકસભા ચૂંટણી 2024માં પીએમ મોદીની કેબિનેટમાં સામેલ ચાર મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. બે મંત્રી યુપીથી, એક બિહારથી અને એક ઝારખંડથી ચૂંટણી લડી રહ્યાં હતા. 

લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા માટે તૈયાર છે. પરંતુ ભાજપ અને એનડીએના ગઠબંધનનું પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નથી. 400 પારનો ટાર્ગેટ રાખનાર ગઠબંધન 300 સીટ પણ મેળવી શક્યું નથી. પીએમ મોદીની કેબિનેટમાં સામેલ ચાર મંત્રી ચૂંટણી હારી ગયા છે. 

ઉત્તર પ્રદેશમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની અને ચંદૌલીથી ડો. મહેન્દ્ર નાથ પાંડે, બિહારના આરાથી રાજકુમાર સિંહ અને ઝારખંડમાં ખૂંટીથી અર્જુન મુંડાએ હારનો સામનો કરવો પડ્યો છે. 

કિશોરી લાલે સ્મૃતિને હરાવ્યા
2019માં રાહુલ ગાંધીને હરાવીને સાંસદ બનેલી સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી પણ રહી હતી, પરંતુ 2024માં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્મૃતિને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલે 167196 મતોથી હરાવ્યા હતા. કિશોરી લાલને 539228 મત મળ્યા. જ્યારે સ્મૃતિ ઈરાનીને માત્ર 372032 વોટ મળ્યા હતા. કિશોરી લાલને 54.99 ટકા મત મળ્યા અને સાંસદ તરીકે ચૂંટાયા. જ્યારે સ્મૃતિ ઈરાનીને માત્ર 37.94 ટકા વોટ મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના નન્હે સિંહ ચૌહાણ 3.52 ટકા મત મેળવીને ત્રીજા સ્થાને છે.

ડૉ.મહેન્દ્ર નાથ બિરેન્દ્ર સિંહ સામે હારી ગયા
ઉત્તર પ્રદેશની ચંદૌલી લોકસભા બેઠક પર બિરેન્દ્ર સિંહે ડૉ. મહેન્દ્ર નાથ પાંડેને 21565 મતોથી હરાવ્યા. ડૉ.મહેન્દ્ર નાથને 452911 વોટ મળ્યા, જ્યારે બિરેન્દ્ર સિંહને 474476 વોટ મળ્યા. બિરેન્દ્રને 42.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ડૉ. મહેન્દ્રનો વોટ શેર 40.57 ટકા હતો. BSPના ઉમેદવાર સત્યેન્દ્ર કુમાર મૌર્યને 159903 મત મળ્યા. તેમનો વોટ શેર 14.32 ટકા હતો.

રાજકુમાર સિંહ પણ હારી ગયા
કમ્યુનિસ્ટ પાર્ટીના સુદામા પ્રસાદે બિહારની અરાહ લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી રાજ કુમાર સિંહને હરાવ્યા હતા. રાજ કુમાર સિંહને 457663 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 42.76 ટકા હતો. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના સુદામા પ્રસાદને 517195 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 48.32 ટકા હતો. સુદામા 59519 મતોની સરસાઈથી જીત્યા.

અર્જુન મુંડા પણ ખુંટીમાંથી હારી ગયા
ભાજપના નેતા અર્જુન મુંડાને પણ ઝારખંડની ખુંટી લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને કોંગ્રેસના કાલી ચરણ મુંડાએ 149675 મતોથી હરાવ્યા હતા. કાલી ચરણને 54.62 ટકા વોટ શેર સાથે કુલ 511647 વોટ મળ્યા. જ્યારે, અર્જુન મુંડા 38.64 ટકા વોટ શેર સાથે માત્ર 361972 વોટ મેળવી શક્યા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us