September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

ઉત્તર મુંબઈમાં 57.02% જ્યારે દક્ષિણ મુંબઈમાં સૌથી ઓછું 50.06% મતદાન

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પૈકી પાંચમાં અને અંતિમ તબક્કામાં મુંબઈની 6 બેઠકો સહિત 13 બેઠકો પર સોમવારે મતદાન યોજાયું હતું. 13 લોકસભા બેઠક પર બેઠકો પર કુલ 2,46,69,544 મતદારોમાંથી 56.75 ટકા મતદારોએ સોમવારે મતદાન કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કર્યું હતું.

મુંબઈની 6 લોકસભા બેઠક પર કુલ 99,38,621 મતદારોમાંથી ગત વર્ષની તુલનામાં મતદાન ઓછું થયું હતું. આથી રાજકીય પક્ષોના તમામ ઉમેદવારો પોતાની જીતના ગણિત માંડી રહ્યા છે.

ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પીયુષ ગોયલ અને કોંગ્રેસના ભૂષણ પાટીલ સહિત 19 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યાં 57.02% મતદાન થયું હતું, જે 2019માં 56.7%ની તુલનામાં 0.95 ટકા વધારો દર્શાવે છે. વાયવ્ય મુંબઈમાં શિવસેનાના ઉમેદવાર રવીન્દ્ર વાયકર અને શિવસેના યુબીટીના અમોલ કીર્તિકર સહિત 21 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યાં 54.84% મતદાન થયું હતું, જે 2019માં 50.3%ની તુલનામાં 4.81 ટકા વધુ થયું હતું.


દક્ષિણ મધ્યમાં ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ અને કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સહિત 15 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યાં 53.60 % મતદાન થયું હતું, જે 2019માં 58.4%ની તુલનામાં 4.44 ટકા ઓછું થયું છે. ઉત્તર મધ્યમાં શિવસેનાના ઉમેદવાર રાહુલ શેવાળે અને શિવસેના યુબીટીના અનિલ દેસાઈ સહિત 27 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યાં 51.98% મતદાન થયું હતું, જે 2019માં 56.7%ની તુલનામાં 4.09 ટકા મતદાન ઓછું થયું છે.

દક્ષિણ મુંબઈ મુંબઈમાં શિવસેનાના ઉમેદવાર યામિની જાધવ અને શિવસેના યુબીટીના અરવિંદ સાવંત સહિત 14 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યાં 50.06% મતદાન થયું, જે 2019માં 58.4%ની તુલનામાં 7.98 ટકા ઓછું થયું છે. ઈશાન મુંબઈમાં ભાજપના મિહિર કોટેચા અને શિવસેના યુબીટીના સંજય પાટીલ સહિત 20 ઉમેદવારો હતા, જ્યાં 56.37% મતદાન થયું હતું, જે 2019માં 60.3%ની તુલનામાં 3.66 ટકા મતદાન ઓછું છે.

બીજી તરફ મુંબઇની લોકસભાની 6 બેઠકોમાં શહેરના 36 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે, એથી આ તમામ વિધાનસભ્યોએ આગામી ત્રણ મહિના પછી યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના લેખાંજોખાં શરૂ કરી દીધા છે.

One thought on “ઉત્તર મુંબઈમાં 57.02% જ્યારે દક્ષિણ મુંબઈમાં સૌથી ઓછું 50.06% મતદાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us