નેમિ ક્વન્સિ દ્વારા આયોજીત School of joy પ્રોગ્રામમાં મેમ્બરો ટેન્શન અને જવાબદારીઓ ઘરે મૂકીને સ્કૂલના યુનિફોર્મમાં નાનપણના દિવસોને અનુભવવા અને સ્કૂલમાં આજે શું થશે તેવી મનમાં એક અજબની ઉત્કંઠા સાથે ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા. પ્રાર્થના અને રાષ્ટ્રગીતની સાથે સ્કૂલની શરૂઆત થઈ.

ત્યારબાદ ફ્રુટી, કાચી કેરી, કેક, ભુંગળા, વેફર બિસ્કીટ, લોલીપોપ, ચોકલેટ પેપર, આઈસક્રીમ સાથે નાસ્તાની મજા માણતા માણતા ડ્રોઈંગ, ક્રાફ્ટ, ડાન્સ અને જનરલ નોલેજના ક્લાસ લેવામાં આવ્યા હતા. મેમ્બરોએ સ્કૂલના ગોલ્ડન દિવસોને યાદ કરતા અનેક યાદગાર અને અત્યંત રસપ્રદ સોલો અને ગ્રુપમાં પર્ફોર્મન્સ આપ્યા હતા તથા જબરજસ્ત મેજીક શો માણ્યો હતો. સમગ્ર પ્રોગ્રામમાં અનેક સરપ્રાઈઝોથી આનંદવિભોર થઈને સ્ટુડન્ટોએ સ્કૂલમાંથી છૂટી લીધી હતી. વધુ માહિતી માટે સંપર્ક ઃ સેજલ દોશી – 9820719106 અથવા પ્રફલાબેન સંઘવી – 9833712066.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us