June 13, 2024
11 11 11 AM
Казино дающие деньги за регистрацию с выводом – Лучшие мобильные версии
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ
G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद
મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ
વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે
અવસાન નોંધ
પ્રાર્થનાસભા- મરણનોંધ
Breaking News
Казино дающие деньги за регистрацию с выводом – Лучшие мобильные версии પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે અવસાન નોંધ પ્રાર્થનાસભા- મરણનોંધ

સલમાન ખાન પર હુમલાનું કાવતરું ઘડનારા ચારને નવી મુંબઈ પોલીસે ઝડપી લીધા

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન પર હુમલો કરવાના લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સલમાનની હત્યા માટે તેની ગાડી, ફાર્મહાઉસને નિશાન બનાવવાની તૈયારી કરનારા ચાર આરોપીને નવી મુંબઈ પોલીસે ઝડપી લીધા છે.

અગાઉ ૧૪ એપ્રિલના બાંદરામાં સલમાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ફાયરિંગ કરાતા ચકચાર જાગી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન- ૨ (પનવેલ) વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે ‘પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેને ગયા વર્ષે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં અભિનેતાને નુકસાન પહોંચાડવાના ષડયંત્ર વિશે ઈનપુટ મળ્યા હતા.

અભિનેતા પર તેના ફાર્મહાઉસમાં આરોપી હુમલો કરવાના હતા. પોલીસે જણાવ્યું હતું કે ‘જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તથા વિદેશમાં રહેતા તેના નાનાભાઈ અનમોલ બિશ્નોઈના ચાર આરોપી સંપર્કમાં હતા. 

બિશ્નોઈ ભાઈઓના આદેશ પર તેમણે સલમાનના પનવેલના ફાર્મહાઉસ, બાંદરાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટની આસપાસ તેમજ તેના ફિલ્મના શૂટિંગના સ્થળે રેકી કરી હતી.

પોલીસે ઈનપુટ્સ એકત્ર કર્યા પછી એપ્રિલમાં લોરેન્સ બિશ્નોઈ તેના નાનાભાઈ અનમોલ બિશ્નોઈ સહિત ૧૭ લોકો સામે કેસ નોંધ્યો હતો. આરોપી ધનંજય તપસિંહ ઉર્ફે અજય કશ્યપ (ઉં.વ.૨૮)ની ૨૮ એપ્રિલે પનવેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેજ દિવસે ગુજરાતમાંથી ગૌરવ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્નોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

જ્યારે વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચીકનાને છત્રપતિ સંભાજીનગરમાંથી પકડવામાં આવ્યો હતો. પછી બેંગ્લુરુથી રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાનની ધરપકડ કરાઈ હતી. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-બી, ૫૦૬ હેઠળ કેસ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. જ્યારે અનમોલ બિશ્નોઈ યુએસ અથવા કેનેડામાં હોવાનું માનવામાં આવે છે.

૧૪ એપ્રિલના બાંદરામાં સલમાનના ઘરની બહાર બાઈક પર આવેલા બે શખસોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ મામલામાં શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતના માતાના મઢથી ધરપકડ કરાઈ હતી. શૂટરના શસ્ત્રો પહોંચાડનારા સોનુ બિશ્નોઈ અને અનુજ થાપનને પંજાબથી પકડવામાં આવ્યા હતા.

૧ મેના રોજ મુંબઈમાં પોલીસ લોકઅપમાં થાપને ગળાફાંસો ખાઈ લીધો હતો. મુંબઈ પોલીસે ત્યારબાદ આ કેસમાં વધુ ધરપકડ કરી હતી.

આ પહેલાં પણ અનેક વખત સલમાનને બિશ્નોઈ ગેંગ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પછી પોલીસે અભિનેતાની સુરક્ષામાં વધારો કર્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us