
મુંબઈ પોલીસની લેખિત પરીક્ષામાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’ સ્ટાઈલમાં કોપી કરતા પ્રશિક્ષણાર્થીની પોલીસે ધરપકડ કરી છે. ઓશિવરાના રાયગડ મિલિટરી સ્કૂલ, હોલ 312, ન્યૂ લિંક રોડ, ઓશિવરા, જોગેશ્વરી પશ્ચિમ પરીક્ષા કેન્દ્રમાં આ ઘટના બની છે. તેમાં કૃષ્ણા દળવી (22)ની પોલીસે ધરપકડ કરી છે.
મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં સંજય દત્તને ડોક્ટરીની પરીક્ષામાં કોપી કરતો બતાવવામાં આવ્યો છે. આ જ સ્ટાઈલમાં દળવી માઈક્રોફોન ડિવાઈસ દ્વારા કોપી કરતો હતો. તે પેપર લખતો હતો ત્યારે ઈયરફોનની મદદથી કોપી કરતો હતો. તેની હિલચાલ શંકાસ્પદ હોવાથી સુપરવાઈઝરે ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તે કોપી કરી રહ્યો છે એવું સ્પષ્ટ થતાં તેને પોલીસને હવાલે કરાયો હતો.તે ઈયરફોન થકી તેના સાગરીતો સચિન બાવસ્કર અને પ્રદીપ રાજપૂત પેપરના ઉત્તરો લખવામાં મદદ કરતા હતા એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

દળવી મૂળ જાલનાના ભોકરદન ખાતે માનપુર ગામનો રહેવાસી છે. દળવી સાથે તેના બે સાગરીતો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દળવી પાસેથી મોબાઈલ સિમકાર્ડ, મોબાઈલ અને કોપી કરવા માટે ઉપયોગ કરાતો ઈયરફોન જપ્ત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મુંબઈ પોલીસ દ્વારા વાહનચાલક કોન્સ્ટેબલ પદ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે દળવીએ ઈયરફોન એ રીતે ગોઠવેલો હતો કે કોઈના ધ્યાનમાં નહીં આવે. જોકે સુપરવાઈઝરની બાજનજરને કારણે તે પકડાઈ ગયો હતો. હવે સ્પર્ધા પરીક્ષા સમન્વય સમિતિ, મહારાષ્ટ્ર દ્વારા આ પ્રકરણે ઊંડાણથી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. રાજ્યમાં નવી સરકાર સ્થપાયા પછ પરીક્ષામાં ગેરરીતિની આ પ્રથમ ઘટના છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
