
રાજ્યમાં વિલંબિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભની અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ફરીથી ઠેલાણી હતી. આગામી સુનાવણી 4 માર્ચના થશે. સુનાવણી પછી ચુકાદો આવશે અને એ પછી ચૂંટણીની તૈયારીઓ કરવા ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગી શકે છે એમ ચૂંટણી પંચના ઉચ્ચ પદે બિરાજતા અધિકારીઓનું જણાવવું છે. તેથી મહાપાલિકાની ચૂંટણી ચોમાસા પહેલાં થશે કે એ બાબતે શંકા વ્યક્ત કરવામાં આવે છે. ઓબીસી આરક્ષણ સંદર્ભે રાહુલ વાઘ તેમ જ વિલંબિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી તરત લેવામાં આવે એવી વિનંતી કરતી અરજી પવન શિંદે અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે.

આ અરજીઓ પરની સુનાવણી જજ સૂર્યકાંત અને જજ એન.કે. સિંહની ખંડપીઠ સમક્ષ 25 ફેબ્રુઆરીના રાખવામાં આવી હતી. પણ આ પ્રકરણ સવારના સત્રમાં સુનાવણી માટે ન આવ્યું. બપોરના સત્રમાં ન્યાયિક કામ માટે ખંડપીઠ ઉપલબ્ધ ન હોવાથી આ પ્રકરણની સુનાવણી તરત લેવામાં આવે એવી વિનંતી અરજદારોના વકીલ એડવોકેટ દેવદત્ત પાલોદકર અને રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કરી હતી.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે વિલંબિત છે એમ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવ્યું. અરજદારો તરફથી એડવોકેટ દેવદત્ત પાલોદકર, એડવોકેટ અભય અંતુરકર, એડવોકેટ શશીભૂષણ આડગાવકર અને રાજ્ય સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતા કામ જુએ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
