ચોમાસાને ધ્યાનમાં લેતા મુંબઈમાં અકસ્માતની શક્યતાવાળા ઠેકાણા એટલે કે બ્લેકસ્પોટ હટાવવા મુંબઈ મહાપાલિકાએ હિલચાલ શરૂ કરી છે.
શહેરમાં આવા ઠેકાણે તરત સુધારા કરીને અકસ્માતોની સંખ્યા ઓછી કરવા રૂપરેખા તૈયાર કરવાનો નિર્દેશ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ રસ્તા વિભાગને આપ્યો છે.
મુંબઈના વિવિધ વોર્ડમાં કુલ 48 બ્લેકસ્પોટની નોંધ થઈ છે. એમાં સૌથી વધારે ઠેકાણા ઘાટકોપર અને અંધેરી-જોગેશ્વરી પરિસરમાં છે. ચોમાસામાં વાહનવ્યવહાર યથાવત રાખવા તમામ સંબંધિત યંત્રણાઓએ સમન્વયથી કામે લાગવું એવો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો.

પરિવહન પોલીસ સાથે સમન્વય સાધીને ટ્રાફિકજામ ટાળવા ઉપાયયોજના અમલમાં મૂકવી, બ્લેકસ્પોટ શોધીને ત્યાં તરત સુધારા કરવા અને અગ્રતાક્રમ અનુસાર રૂપરેખા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પાર્કિંગ લોટને પ્રોત્સાહન મહાપાલિકાના સાર્વજનિક પાર્કિંગ લોટનું વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે જનજાગૃતિ ઝુંબેશ અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમ જ રસ્તા પર લાંબા સમયથી ઊભેલા લાવારિસ વાહન હટાવવા વિશેષ ઝુંબેશ હાથમાં લેવામાં આવશે. સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય મહત્વની સાર્વજનિક સંસ્થાના પરિસરમાં ટ્રાફિકજામ ન થાય એ માટે આ ઉપાયયોજના કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
