મુલુંડ વિસ્તારમાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને પૈસા પાછા આપવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા નરાધમ મિત્ર વિરૂદ્ધ નવઘર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રની સતત વધી રહેલી હેરાનગતિથી કંટાળીને આખરે યુવતીએ હિંમત બતાવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
ઓફિસની મિત્રતા બની મુસીબત
પોલીસ ફરિયાદ અનુસાર, પીડિત યુવતી તેના દાદા-દાદી સાથે રહે છે. વર્ષ ૨૦૨૩માં એક જ ઓફિસમાં કામ કરવા દરમિયાન તેની મુલાકાત નવિનકુમાર સિંહ નામના યુવક સાથે થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. આ મિત્રતાના વિશ્વાસે યુવતીએ પોતાના કેટલાક પૈસા સાચવવા માટે નવિનકુમારને આપ્યા હતા.

પૈસા માંગતા જ અસલી રંગ બતાવ્યો
જ્યારે યુવતીએ પોતાની જરૂરિયાત મુજબ નવિનકુમાર પાસે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે નવિનકુમારની દાનત બગડી હતી. તેણે ઓગસ્ટ ૨૦૨૫થી વોટ્સએપ ચેટિંગ દ્વારા યુવતીને પૈસા પાછા આપવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ દર વખતે નવિનકુમારની આ અયોગ્ય માંગણીનો સખત વિરોધ કર્યો હતો અને ના પાડી દીધી હતી.
ડરના કારણે મૌન રહી, પણ પાણી માથા પરથી જતાં પોલીસ સ્ટેશન પહોંચી
શરૂઆતમાં બદનામીના ડર અને ભારે સંકોચના કારણે યુવતી આ બાબત પોતાના પરિવાર કે અન્ય કોઈને કહી શકી નહોતી. પરંતુ, નવિનકુમારની હેરાનગતિ અને માનસિક ત્રાસ દિવસેબદિવસે વધતો જ ગયો. અંતે, નરાધમના ત્રાસથી કંટાળીને યુવતીએ નવઘર પોલીસ સ્ટેશનમાં નવિનકુમાર સિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
