છત્રપતિ સંભાજીનગરમાં એઆઈએમઆઈએમના નગરસેવક મતીન પટેલના ઘર અને ઓફિસને બુધવારે સવારે મહાપાલિકાએ બુલડોઝર દ્વારા તોડકામ કર્યું. મહાપાલિકા દ્વારા બાંધકામનો અનધિકૃત ભાગ તોડી પાડવામાં આવ્યો.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નિદા ખાનની 7 મેના રોજ છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. મતીન પટેલે તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
આ પછી 9 મેના રોજ મહાપાલિકાએ અનધિકૃત બાંધકામ અંગે નોટિસ જારી કરી હતી અને 72 કલાકમાં જવાબ માગ્યો હતો.દરમિયાન, મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે આ બાબતે કહ્યું કે એક તરફ પટેલ અને તેના લોકો કહી રહ્યા હતા કે ઘર તેનું નથી, જ્યારે બીજી તરફ તે મહાપાલિકાની નોટિસ સામે કોર્ટમાં જવાની વાત કરી રહ્યો હતો. આ બેવડું ધોરણ છે. નિદા ખાન ફક્ત ‘નોકરિયાત કર્મચારી’ હતી. આ ધર્માંતર રેકેટમાં કોઈ રાજકીય પક્ષની ભૂમિકા હોઈ શકે છે.

ટીસીએસની નાશિક ઓફિસમાં કામ કરતી મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ પ્રકરણની તપાસ કરતી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પહેલી એફઆઈઆર 26 માર્ચે દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ 8 વધુ મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી. તેમનાં નિવેદનોમાં જાતીય સતામણી, બળજબરી અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો સમાવેશ થાય છે.
નાશિક પોલીસની એસઆઈટી આ કેસમાં ઉત્પીડન અને ગુંડાગીરીના 9 કેસોની તપાસ કરી રહી છે. એફઆઈર મુજબ, નિદા ખાન પર એક વોટ્સએપ ગ્રુપ દ્વારા કર્મચારીઓ પર નમાજ પઢવા અને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરવાનો આરોપ છે. મહિલાઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પોશાક પહેરવાની અને વર્તન કરવાની સલાહ આપવામાં આવી હતી.
જામીન અરજી ફગાવવામાં આવી નિદાએ આગોતરા જામીન માટે પોતાની ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ કોર્ટે તેનો અસ્વીકાર કર્યો. આ બાબતે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની કોઈ પણ પ્રકારની ઉત્પીડન અને બળજબરી સામે શૂન્ય- સહિષ્ણુતાની નીતિ ચલાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
