હાઈ કોર્ટે ફેરિયાઓ પરથી મહાપાલિકાને ફટકાર્યા બાદ શુક્રવારથી મુંબઈમાં ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે મહાપાલિકાએ મહત્વના 20 ઠેકાણા નક્કી કર્યા છે. ચર્ચગેટ, સીએસએમટી પરિસર, કોલાબા, દાદર સ્ટેશન પરિસર, અંધેરી, બોરીવલી જેવા મહત્વના ઠેકાણાઓ પર કાર્યવાહી માટે ભાર આપવામાં આવશે. આ કાર્યવાહી માટે મહાપાલિકાએ ટીમ તૈયાર કરી છે.

વડા પ્રધાન માટે ફૂટપાથ ફેરિયામુક્ત થાય છે તો સામાન્ય નાગરિકો માટે કેમ નહીં એવો સવાલ કરતા બે દિવસ પહેલાં જ હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકા પ્રશાસન અને રાજ્ય સરકારને ફટકાર્યા હતા. ફક્ત વિચાર કરવા કરતા સમસ્યા ઉકેલવા માટે નક્કર ઉપાયયોજના કરવાનું પણ કોર્ટે બજાવ્યું હતું. એ જોતા ગુરુવારે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીની અધ્યક્ષતા હેઠળ મહાપાલિકા પ્રશાસન અને મુંબઈ પોલીસની સંયુક્ત બેઠક પાર પડી હતી. અનધિકૃત ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી બાબતે પહેલી વખત આવી ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં અનધિકૃત ફેરિયાઓ, લાવારિસ વાહનો, ફૂટપાથ પરના અતિક્રમણ પર કઠોર કાર્યવાહી કરવી, રાહદારીઓ માટે ફૂટપાથ મુક્ત કરવી, મુંબઈને ફેરિયામુક્ત કરવું એવો નિર્દેશ ગગરાણીએ આપ્યો હતો. કમિશનરે આપેલા નિર્દેશ અનુસાર શુક્રવારથી મુંબઈમાં મહાપાલિકાના વિવિધ વોર્ડ કાર્યાલયની હદમાં કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી. અતિક્રમણ નિર્મૂલન કરતા વધુ અસરકારકતા અને સાતત્ય રાખવું પડશે. દિવસ ઉપરાંત રાતના પણ તેમ જ શનિવાર અને રવિવારે પણ સતત કાર્યવાહી થવી જોઈએ. ગિરદીના ઠેકાણા નિશ્ચિત કરીને સતત કાર્યવાહી કરવી એવો નિર્દેશ કમિશનરે આપ્યો છે. આ કાર્યવાહી માટે મહાપાલિકાના અતિક્રમણ નિર્મૂલન વિભાગે વિજિલન્સ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ સવારે 8 થી 4 અને 3 થી 11ના સમયમાં કાર્યવાહી કરશે.

20 ઠેકાણાની પસંદગી : આ કાર્યવાહી માટે શરૂઆતમાં સંપૂર્ણ મુંબઈમાં સૌથી વધુ ગિરદીવાળા 20 ઠેકાણા પસંદ કરવામાં આવ્યા છે. શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોના સૌથી વધુ ગિરદીવાળા રેલવે સ્ટેશન, ફેરિયાઓની વધુ સંખ્યાવાળા ઠેકાણા એ માટે પસંદ કરવામાં આવ્યા છે. ખરીદી માટે જાણીતા દાદર, બોરીવલી સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ પછી દાદર પશ્ચિમ અને પૂર્વ, દાદર ટીટી માટે ત્રણ જુદી જુદી ટીમ સજ્જ કરવામાં આવી છે. બીજા પરિસરોમાં બાન્દરા લિન્કિંગ રોડ, મલાડ, કાંદિવલીના મથુરાદાર રોડનો સમાવેશ છે.

હાઈ કોર્ટ પરિસરમાં પણ કાર્યવાહી

દક્ષિણ મુંબઈના એ વોર્ડના ત્રણ ઠેકાણાનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. એમાં મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશનથી લઈને હાઈ કોર્ટ સુધીનો પરિસર, ચર્ચગેટ સ્ટેશનથી હાઈ કોર્ટ સુધીના પરિસરનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ કોલાબા કોઝવે પરિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજા ઠેકાણાઓ

લાલબાગના રાજાનો પરિસર, અંધેરી પૂર્વ અને પશ્ચિમ, મલાડ સ્ટેશન પશ્ચિમ, બોરીવલી પશ્ચિમ, ભરુચા રોડ દહિસર, કુર્લા પશ્ચિમ, બાન્દરા લિન્કિંગ રોડ, હિલ રોડ, બાન્દરા પશ્ચિમ, ઘાટકોપર સ્ટેશન પૂર્વ અને પશ્ચિમ, કુર્લા, એલ.ટી. રોડ, મોહમ્મદ અલી રોડ, એલબીએસ રોડ, મુલુંડ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us