September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર અસર પડી

 મુંબઈ, થાણે સહિત કોંકણમાં પડેલા ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી. ભારે વરસાદને કારણે મધ્ય રેલવેના અમુક સ્ટેશનના વિસ્તારોમાં સિગ્નલ ફેઈલ્યોર સહિત અન્ય ટેક્નિકલ ખામીને કારણે ટ્રેનો સવારથી અડધોથી પોણો કલાક મોડી દોડતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. દિવસભર બદલાપુર-અંબરનાથ સેક્શનમાં પાટા પર પાણી ભરાઈ જવાને કારણે બુધવારે બદલાપુર-અંબરનાથ સેક્શન પર ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

સવારે અને સાંજે લોકલ ટ્રેનો અડધો કલાકથી મોડી દોડવાને કારણે મોટા ભાગનાં સ્ટેશનો પર પ્રવાસીઓની ભયાનક ભીડ રહી હતી, જ્યારે ટ્રેનો પણ પ્રવાસીઓથી ખીચોખીચ હોવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરમાં મુંબઈ અને પુણે વચ્ચેનો ટ્રેનવ્યવહાર ખોટકાયો હતો. આજે ડેક્કન એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ અને ઈન્દ્રાયણી એક્સપ્રેસ વગેરેને રદ કરવામાં આવી હતી. દરમિયાન અંબરનાથમાં નાળામાં પડેલા એક યુવાનને ફાયરબ્રિગેડે બચાવ્યો હતો, જ્યારે એનડીઆરએફે પાલઘર અને રાયગઢ જિલ્લામાં એક-એક ટીમ તહેનાત કરી છે.

અહીંની કેટલીક સ્થાનિક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને તેની આસપાસનાં નગરો અને ગામડાંઓમાં પાણી ઘૂસી ગયાં હતાં, તેથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. નવી મુંબઈમાં પણ ભારે વરસાદ થયો હતો, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. આ ઉપરાંત વિવિધ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થાણેના બદલાપુર અને અંબરનાથ, સોનીવલી અને હેન્દ્રપાડાના લગભગ ૨૦૦ પરિવારોને તેમનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં હોડીઓમાં સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા.

થાણેના ઉપવન તળાવમાં ગયેલા બે યુવકો તળાવમાં ડૂબતા જોવા મળતાં એલર્ટ ટીડીઆરએફના જવાનોએ તરત જ બંને યુવકોને બચાવીને વર્તકનગર પોલીસને સોંપ્યા હતા. બુધવારે બપોરે ૨-૧૫ વાગ્યાની આસપાસ જ્યારે ટીડીઆરએફના જવાનો ઉપવન તળાવના વિસ્તારમાં ફરતા હતા ત્યારે તેમને વિકી માધવ પૂજારી (૨૬) અને અજય કિસન વાલ્મીકી (૩૦) બંને ઉપવન તળાવમાં ડૂબતા જોવા મળ્યા હતા. ડૂબતી વખતે ટીડીઆરએફ જવાનોની નજર હેઠળ આવી ગયા હતા અને ડૂબતા યુવાનોને બચાવવા માટે ટીડીઆરએફ જવાન (પ્રશાંત બોમ્બે, સંદેશ ઘોડે, પ્રતીક પાટીલએ) બંને યુવાનોને સીધા તળાવમાં જઈને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. દરમિયાન થાણેમાં માત્ર ૨૪ કલાકમાં આગની બે ઘટનાઓ બની જ્યારે શહેરમાં આખો દિવસ ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us