
કેન્દ્રીય નાણાકીય બજેટમાં જાહેર પરિવહન ક્ષેત્રે રેલવેને મહત્તમ ભંડોળની ફાળવણી કરી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે મુંબઈની લોકલ ટ્રેનોના નેટવર્ક અને સર્વિસમાં વધારો કરવા માટે રેલવે પ્રધાને તાજેતરમાં મહત્ત્વની વાત જણાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેનોની કાયાપલટ તો થશે, જ્યારે આગામી વર્ષોમાં ટ્રેનોની સર્વિસમાં પણ દસ ટકા વધારો થવાની ઉજ્જવળ શક્યતાઓ છે.

આ મુદ્દે રેલવે પ્રધાને વધુમાં કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનની કાયાપલટ થવા જઈ રહી છે. મુંબઈ ઉપનગરીય રેલવેને અદ્યતન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) રેક મળવા જઈ રહ્યા છે. આ જાહેરાત કરતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભવિષ્યમાં મુંબઈ લોકલ ટ્રેનનું વેન્ટિલેશન ‘વંદે ભારત એક્સપ્રેસ’ જેવું જ હશે. ટ્રેનમાં સારી વેન્ટિલેશન સુવિધાઓને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં સુખદ અનુભવ થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
