September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મુલુંડવાસીએ આકર્ષક વળતર મેળવવાની લાલચમાં ટાસ્ક ફ્રોડમાં રૂા.૪.૯૮ લાખ ગુમાવ્યા

મુલુન્ડ (ઈ)માં ૯૦ ફૂટ સ્થિત ઈન્દ્રપ્રસ્થ પાર્કમાં રહેતા પ્રથમેશ તેંડુલકરે આકર્ષક વળતર મેળવવાની લાલચમાં ટાસ્ક ફ્રોડમાં રૂા.૪.૯૮ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ ૩૦ માર્ચના પ્રથમેશને એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યો હતો અને તેને ગુગલ પર રિવ્યુ આપવાના ટાસ્ક થકી આકર્ષક આવક રળી શકશે એવો મેસેજ આવ્યો જેને પગલે તેણે વોટ્સએપ ગ્રુપમાં ટાસ્ક પૂર્ણ કરીને સ્ક્રીનશોટ્સ મોકલ્યા અને ત્રણ ટાસ્ક બાદ તેના બેંક ખાતામાં રૂા.૧૫૦ જમા થયા જેને પગલે તેને આ જોબ પર ભરોસો બેઠો અને ત્યારબાદ તેને ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યો.

ત્યારબાદ વિવિધ ટાસ્ક પર્ફોમ કર્યા બાદ એકાદવાર રૂા. ૮૦૦ પ્રથમેશના ખાતામાં જમા થયા અને તે જાળમાં ફસાતો ગયો અને ટેલિગ્રામ યુઝરે તેને વધુ રકમના રોકાણ સામે સારું વળતર આપવાની લોલીપોપ આપી જેને પગલે તેણે કુલ રૂા.૪.૯૮ લાખનું રોકાણ કરી દીધું અને તેની સામે તેને – વેબસાઈટના તેના વોલેટમાં – રૂા.૫,૯૬,૨૫૦ દેખાતા હતા જે – તે ક્યારેય ઉપાડી શક્યો નહોતો અને ઉપાડવાનો પ્રયાસ નિષ્ફળ જતાં તેણે ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ કર્યો.

પરંતુ થોડીવારમાં તેના ધ્યાનમાં આવ્યું કે ગ્રુપના તમામ મેમ્બરો ઓફલાઈન થઈ ગયા હતા અને તે સાયબર છેતરપિંડીનો શિકાર બની ગયો હોવાનો અંદાજો આવતાં તેણે ૧૯૩૦ નંબર પર અને ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us