
મુલુંડવાસી મહિલાએ કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટની ટિકિટ બુક કરાવવા જતાં ૨.૩૯ લાખ ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટની ટિકિટ બુક કરાવવામાં બનાવટી ટિકિટ સહિત અન્ય અનેક ફ્રોડના કિસ્સા બન્યા હતા જેનો ભોગ મુલુન્ડની એક યુવતી પણ બની હતી.
જાન્યુઆરી ૨૦૨૫માં નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટ યોજાવાની હતી અને મુલુન્ડ (વે)માં એમ.જી. રોડ સ્થિત એક બિલ્ડીંગમાં રહેતી કાવ્યા મિસ્ત્રીને પણ તેની ટિકિટ જોઈતી હતી અને તેની શોધ કરતાં કરતાં ૨૧ સપ્ટેમ્બરના તેને ઈન્સ્ટાગ્રામ એપ પર એક અકાઉન્ટની સ્ટોરીમાં કોલ્ડપ્લેની ટિકિટ વેચાણમાં હોવાનું જાણવા મળ્યું. તેણે તેમાં આપેલી લિંક પર ક્લિક કરતાં લફડા ગુરૂ નામની ચેનલ ઓપન થઈ અને રોની યુઝર નેમવાળી વ્યક્તિ સાથે ટેલિગ્રામ ચેટ પર મેસેજથી વાતચીત થઈ જેમાં રોનીએ ટિકિટ દીઠ કિંમત રૂા. ૬૪૫૦ જણાવી અને કાવ્યાએ તેની અને તેના મિત્રોની ચાર ટિકિટની કિંમત રૂા. ૨૫૮૦૦ રોનીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી મોકલી.

રોનીએ કાવ્યાને ટિકિટના કન્ફર્મેશન મેલ પણ મોકલ્યો તેથી કાવ્યાને તેના પર વિશ્વાસ આવતાં તેણે તેના વધુ ૩૦ મિત્રોની ટિકિટ બુક કરાવી અને ૧૦ ટ્રાન્ઝેક્શન થકી રૂા.૨૩૯૫૫૦ રોનીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા પરંતુ ટિકિટના નામે કાવ્યાને બનાવટી મેલ જ મળ્યા. કાવ્યાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જ્ઞાન લાદતાં તેણે ૮ ફેબ્રુઆરીના સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
