
મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (Metro 3)ના પ્રથમ તબક્કાને શરૂ થયાને લગભગ ૪ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મેટ્રો-૩ કોરિડોર મુસાફરોને આકર્ષવામાં સફળ રહ્યો નથી. મહિનાઓ પછી પણ અપેક્ષા પ્રમાણે પ્રવાસીઓ નહીં મળતા નિષ્ણાતોએ મુંબઈની મોનો જેવા હાલ થાય એવી શક્યતા સેવી હતી.
ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં આરેથી બીકેસી વચ્ચે ચાલતી મેટ્રો-૩માં માત્ર ૨૭ લાખ મુસાફરોએ મુસાફરી કરી છે, જ્યારે તેની ક્ષમતા દરરોજ લગભગ ૪ લાખ મુસાફરોની છે. જોકે, પ્રવાસીઓ મેટ્રોમાં પ્રવાસ કરવાનું પસંદ નહીં કરવાનું એક કારણ તો મેટ્રો સ્ટેશન સુધી પહોંચવામાં પડતી મુશ્કેલી છે.

મેટ્રો-થ્રીનું પણ ભાડું પણ વધારે હોવાનો દાવો
મેટ્રો-ત્રણનું ભાડું અન્ય મેટ્રો લાઇન કરતાં વધુ હોવાથી પણ મુસાફરો પરેશાન છે. ૧૨.૨ કિલોમીટરના અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ પર મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ ૫૦ રૂપિયા ખર્ચવા પડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
