
ઘાટકોપર ખાતે હોર્ડિંગ તૂટી પડવાના કેસના મુખ્ય આરોપી અર્શદ ખાનને સેશન્સ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. આ અગાઉ પણ અર્શદે સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી, પણ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કેસના અન્ય આરોપીઓને પહેલા જ જામીન આપવામાં આવ્યા છે. ગુનામાં સહભાગી હોવા અંગે તેમની સામે પુરતા પુરાવા હોવાનું કહીને પણ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. તેથી પોતાને પણ સમાન ન્યાય મળવો જોઇએ એવી માગણી સાથે અર્શદે જામીનની અરજી કરી હતી. તેથી કોર્ટે આ વખતે તેના જામીન મંજૂર કર્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં મુંબઈમાં વાવાઝોડા અને વરસાદમાં ઘાટકોપર ખાતે પેટ્રોલ પંપ નજીકનું ૧૦૦ ફૂટનું વિશાળ હોર્ડિંગ તૂટી પડયું હતું અને તેમાં ૧૭ જણનાં મોત થયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
