બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે તેના કાફલામાં વધુ સિંગલ અને ડબલ-ડેકર એસી બસો મેળવ્યા બાદ તેની બસો ’અટલ સેતુ’ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચલાવવાનું નક્કી કર્યું છે.

બેસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨,૫૯૪ બસોનો વર્તમાન કાફલો હાલના બસ રૂટને પહોંચી વળવા માટે અપૂરતો છે. બેસ્ટ અંડરટેકિંગના જનરલ મેનેજર વિજય સિંઘલે જણાવ્યું હતું કે, અમે રૂટ પરની જરૂરિયાતની તપાસ કરીને આગામી દિવસોમાં અપેક્ષિત વધુ બસો મેળવ્યા બાદ અટલ સેતુ પર બસો ચલાવીશું . હાલમાં, બેસ્ટ પાસે સ્વિચ મોબિલિટી દ્વારા બનાવેલ લગભગ ૫૦ એસી ડબલ-ડેકર ઈ-બસો છે અને વધુ પાઇપલાઇનમાં છે. ઉપક્રમ ઓલેક્ટ્રા પાસેથી ૨૫ સિંગલ-ડેકર ઈ-બસની પણ અપેક્ષા રાખીએ છીએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર લગભગ ૫-૧૦ ડબલ અને સિંગલ-ડેકર બસોનું સંયોજન ચલાવવાની શક્યતા છે. આ રૂટ પર ‘ચલો’ પ્રીમિયમ બેસ્ટ બસો ચલાવવાની પણ યોજના છે જેનાથી પનવેલ, ખારઘર, ઉલવે અને નજીકના વિસ્તારોના નાગરિકોને દક્ષિણ મુંબઈ સુધી પહોંચવા માટે ફાયદો થશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકની સફળતા માટે નાગરિકો જાહેર પરિવહન ખાસ કરીને બસો માટે માગ કરી રહ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us