સંઘ, સમાજ અને દેશના અગ્રણીઓની અને સાક્ષરોની ભરચક હાજરી વચ્ચે 16 હજારથી વધુ સ્ટુડન્ટો ધરાવતી એન.એલ. કોલેજ – યુનિવર્સિટીમાં મલાડ – કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (ખાંડવાલા)માં બુધવારે ગચ્છાધિપતિ પદના વધામણા સ્વરૂપે જૈન શાસનના ઇતિહાસમાં સૌપ્રથમ એકેડમીનું કાર્ય એટલે જૈનચેર – જૈનોલોજી પોસ્ટ ગ્રેજ્યુએશન પી.એચ.ડી. અને એમ.એ. જૈનોલોજી ઋષભાયન કલ્ચર રિસર્ચ સેન્ટરના લોન્ચિંગનો ઐતિહાસિક પ્રસંગ દબદબાભેર જૈન શાસનના મહાન શાસનપ્રભાવક હૃદયસ્પર્શી પ્રવચનકાર નૂતન ગચ્છાધિપતિ શ્રદ્ધેય ગુરુદેવ જૈનાચાર્ય શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં સંપન્ન થયો હતો.
અખબારોના તંત્રી અને દેશના મંત્રીઓની સાથે આચાર્ય વિદ્વાન શ્રી ભાગ્યયશસુરીજી મહારાજ સાહેબ આચાર્ય હ્રીંકારયશસુરીજી મહારાજ મુનિ શ્રી તીર્થયશવિજયજી મહારાજના વિદ્વત્તાપૂર્ણ પ્રવચનોથી સભા મંત્રમુગ્ધ બની ગઈ હતી. મુંબઈ જૈન સંઘ સંગઠન – મલાડ – કાંદિવલીના તમામ શ્રી સંઘો અને બોરીવલીના 27થી વધુ શ્રી સંઘોના ટ્રસ્ટીઓ, દહાણુ અને રાળપટ્ટીના સંઘોની વિશેષ ઉપસ્થિતિ, અનેક યુનિવર્સિટીની હાજરી હતી.

ઋષભાયનથી લગાવી ભગવાન મહાવીર સ્વામી સુધીના આગમસૂત્રો જૈન ગ્રંથો અને જૈન સિદ્ધાંતો અને જૈન પરંપરાનો જેને પણ અભ્યાસ કરવો હશે, તેને માટે તમામ સામગ્રીઓ પૂરી પાડવામાં આવશે, અને ઓનલાઇન કોર્સ ચાલશે. દેશની અનેક શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટીઓ અને જ્ઞાનભારત જોડે કનેક્ટ કરવામાં આવશે.
દેશમાં કદાચ પ્રથમ વાર થતા મહત્વપૂર્ણ અને નક્કર આયોજનને સૌએ વધાવ્યુ…અને વહેલી સવારે માર્વેરોડ આદર્શનગર સમગ્ર સંઘ – સંઘગુરુદેવ અને ગચ્છાધિપતિપદ બાદ પ્રથમ વાર પધારતા વધાવવા ભારે જનમેદની ઉમટી હતી. ને શિખરબંધી જિનાલય, નૂતન બે ઉપાશ્રય, વિશાલ સંકુલના આયોજનો ની જાહેરાત થતા જબરજસ્ત ઉત્સાહ, ને પ્રતિસાદ ને નક્કર પ્લાનો થયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
