મુલુંડ-ઈસ્ટના એક્સપ્રેસ મુડીક વિકાસ માં ભાત માની સ્મશાનભૂમિમાં ગેસદાહિનીના પ્રારંભસાથે સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી મહત્ત્વપૂર્ણ માગણીનો અંત છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસે મુલુંડ-ઈસ્ટના નવઘર, હરિઓમનગર સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકો દ્વારા સ્મશાનભૂમિમાં ગૅસદાહિની સ્થાપવાની માગણી ઉઠાવવામાં આવી હતી. દરમ્યાન સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચા દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવતાં આ માગણી હવે પૂર્ણ થઈ છે.
સ્મશાનભૂમિમાં આધુનિક સુવિધા ઉમેરાતાં અંતિમવિધિ પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને ઇકો-ફ્રેન્ડલી બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગૅસદાહિનીનું શનિવારે સ્થાનિક વિધાનસભ્યના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત નાગરિકોએ આ પહેલનું સ્વાગત કર્યું અને વર્ષોથી ચાલતી સમસ્યાનો ઉકેલ મળ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પરંપરાગત લાકડાથી થતા દાહસંસ્કારની તુલનામાં ગૅસઆધારિત દાહપ્રણાલી વધુ ઝડપી, સ્વચ્છ અને પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે એવી માન્યતા છે. એના કારણે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થવાની શક્યતા છે.

નવઘર વિસ્તારમાં રહેતા નવીન ઠક્કરે કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં મૃત્યુ પામેલા લોકોને ગૅસદાહિની માટે મુલુંડ-વેસ્ટ અથવા ભાંડુપ લઈ જવા પડતા હતા. આ સમસ્યા છેલ્લાં ૧૫ વર્ષથી હતી. ચૂંટણી પહેલાં આપેલાં વચનો માત્ર રાજકીય ઘોષણાઓ સુધી સીમિત નહીં રાખતાં એને વાસ્તવમાં ઉતારવાની પ્રતિબદ્ધતા સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ કામ પૂર્ણ થતાં અમે સંતોષની લાગણી વ્યક્ત કરીએ છીએ. મુલુંડ-ઈસ્ટના રહેવાસીઓ માટે આ ગૅસદાહિની એક મહત્ત્વપૂર્ણ સુવિધા બની રહેશે. હજારો નાગરિકોને હવે ઝડપી વિકલ્પ ઉપલબ્ધ થશે. પર્યાવરણને ‘અંતિમવિધિ માટે વધુ સુવ્યવસ્થિત અને મુલુંડના ટકાઉ વિકાસ માટે જરૂરી ધ્યાનમાં રાખીને આવી સુવિધાઓ ગણાય છે. આ પ્રોજેક્ટને માત્ર એક સુવિધા નહીં, પરંતુ સ્થાનિક વિકાસ અને જનસેવાના દૃષ્ટિકોણથી એક મહત્ત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યો છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
