July 27, 2024
11 11 11 AM
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
Breaking News
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ

શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા ડેન્ટલ ક્લિનિક નું ઉદઘાટન

શ્રી જલારામ સત્સંગ મંડળ- મુલુન્ડ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત વધુ એક પ્રવૃત્તિમાં શુક્રવાર, તા. ૧૦ મે ૨૦૨૪ના સવારે ૧૦ થી ૨ દરમ્યાન ચોથા માળે, જલારામ મંદિર, સાંઈ આશાદીપ સોસાયટી, ગૌશાળા રોડ, મુલુન્ડ (વેસ્ટ) ખાતે ડેન્ટલ ક્લીનિક ‘શ્રી જલારામ ડેન્ટલ ક્લીનિક’નો ભવ્ય શુભારંભ કરવામાં આવશે. અત્યાધુનિક સવલતો ધરાવતા આ ક્લીનિકનું ઉદ્ઘાટન શ્રીમત દમયંતીબેન જમનાદાસ ગણાત્રા અને શ્રી જમનાદાસ ડોસાભાઈ ગણાત્રાના શુભ હસ્તે થશે.

આધુનિક સાધન- સામગ્રીઓથી સજ્જ આ સુપરસ્પેશ્યાલિટી ડેન્ટલ ક્લીનિકમાં ઓરલ હાઈજીન ટ્રીટમેન્ટ, કિડ્સ (બાળકો માટે) ડેન્ટિસ્ટ્રી, કોસ્મેટિક અને રિસ્ટોરેટીવ ટ્રીટમેન્ટ, સિવીયર ડેન્ટલ પેઈન માટેની ટ્રીટમેન્ટ, મિસીંગ ટૂથ ટ્રીટમેન્ટ, બ્રેસીસ ટ્રીટમેન્ટ જેવી વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવશે.

ક્લીનિકનો કાર્ય પ્રારંભ શનિવાર, તા.૧૧ મૈથી થશે. અત્રે ૧૫ દિવસ માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ તેમજ એક્સરે કાઢી આપવામાં આવશે. શ્રી જલારામ ડેન્ટલ ક્લીનિકનું સમગ્ર સંચાલન શ્રી જલારામ સત્સંગ મંડળ, ટ્રસ્ટી અને કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત શ્રી જલારામ સત્સંગ મંડળ – મુલુન્ડ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જેનો લાભ અસંખ્ય જરુરિયાતમંદ લોકો લે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં અનાજ સહાય – (Grain Support) દર મહીને ૫૫૦ થી ૬૦૦ પરીવારોને નિઃશુલ્ક અનાજ સહાય આપવામાં આવે છે. શિક્ષા સહાય – (Education Support) દર વર્ષે જૂન મહિનામાં 1200 થી 1500 વિધ્યાર્થીઓને RS 1500 – 1700 ની ફી શાળાના નામે ચેકથી આપવામાં આવે છે. દર વર્ષે જીવદયા માટે અલગ અલગ પાંજરાપોળને મંડળ તરફથી ચેક મોકલવામાં આવે છે.

હોસ્પિટલ સહાય- (Hospital Support) જરુરીયાતમંદ દર્દી ઓને મંડળના બજેટ મુજબ હોસ્પીટલના નામે ચેકથી આપવામાં આવે છે. ફેમિલી ફીજીશ્યન – (Family Physician) Dr. Deepak Thakkar M.D. (M.U.H.S.) Hom C.C.M.P (M.U.H.S) દર ગુરુવાર સમય 4 pm – 6pm, એક્યુપ્રેશર – (Acupressure) R.A.P Kalpana Bhanushali દર સમય 4pm – 6pm, ફીઝીઓથેરાપી (Physiotherapy) સોમવારથી શનિવાર Dr Jill Thakkar, Bachelor in Physiotherapy (BPT) Mumbai – Morning 10 am-1pm, Dr Karishma Wagadiya Gold Medalist, B.PTH MUHS – Evening 4 pm – 7pm, ડેન્ટલ ડીપાર્ટમેન્ટ – (Dental Deparment)

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home


One thought on “શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા ડેન્ટલ ક્લિનિક નું ઉદઘાટન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us