September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

નવી મુંબઈમાં લેડીઝ બાર, પબ અને ઢાબાના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

મહાપાલિકાએ ધડાધડ પબ અને બાર પર બુલડોઝરો ચલાવ્યા એવી રીતે નવી મુંબઈ મહાપાલિકાએ આખી રાત અતિક્રમણ વિરોધી ઓપરેશન ચલાવીને કેટલાંય લેડીઝ બાર, પબ, ઢાબા અને ચાઈનીઝ ફૂડ સ્ટોલના ગેરકાયદે બાંધકામો તોડી પાડયા હતા.

નવી મુંબઈ મહાપાલિકાની તોડકામ ટીમે મંગળવારે રાતે કામગીરી શરૃ કરી હતી અને બુધવારે વહેલી સવાર સુધી ચાલુ રાખી હતી. આમાં છ લેડીઝ બાર- પબ, કેટલાંક ઢાબા અને ચાઈનીઝ ફૂડ સ્ટોલના અનધિકૃત હિસ્સો બુલડોઝર  અને જેસીબી મશીનોથી તોડી પાડવામાં આવ્યા હતા. આમાં મુખ્યત્વે વેધર- શેડ તેમજ બારની બાજુમાં કામચલાઉ બાંધકામ ઉભું કરીને ત્યાં પણ વ્યવસાય ચલાવાતો હતો એ બધા હિસ્સો રાતોરાત તોડી પાડવામાં આવ્યા હતા. પહેલાં તબક્કાની કામગીરીમાં મુખ્યત્વે બેલાપુર અને તુર્ભે વિસ્તારમાં અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું.

નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ડો. કૈલાશ શિંદેના આદેશ અનુસાર હોટેલ, રેસ્ટોરાં, પબ અને બારના ગેરકાયદે હિસ્સાના તોડકામની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે.

દરમ્યાન કોપરખૈરણેમાં પાલિકાએ ત્રણ દુકાનો, એક ઢાબા અને એક ભંગારની દુકાનના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us