
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી હસ્તગત કરવામાં આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવા માટે આઈઆઈટી મુંબઈની મદદ લેવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને આપ્યો છે.
મુંબઈના તમામ રસ્તાઓનું સિમેન્ટ- કૉક્રીટાઈઝેશન કરવાનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને આ રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પવઈ- આઈઆઈટીની મદદ લેવામાં આવવાની છે, તેને પગલે હવે પશ્ચિમ ઉપનગરને દક્ષિણ મુંબઈ સાથે જોડનારા મહત્ત્વના ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટે પણ આઈઆઈટીની મદદ લેવામાં આવવાની છે.

ગુરુવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું, એ દરમિયાન તેમણે કહ્યું હતું કે બાન્દ્રાથી દહિસર સુધીનો પચીસ કિલોમીટર લંબાઈનો હાઈ-વે મુંબઈ મહાનગરપાલિકાના નવ વોર્ડની હદમાંથી પસાર થાય છે. આ હાઈવે પર અમુક ફ્લાયઓવર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અખત્યાર હેઠળ આવે છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનું હસ્તાતંરણ મુંબઈ મહાનગરપાલિકાને કરવામાં આવ્યું છે. તેથી આ બંને હાઈવેની જાળવણી કરવાનું કામ પાલિકાના માથા પર છે. દરેક વોર્ડની હદમાં આવેલા ફૂટપાથ, રસ્તા, ડીવાઈડરની રચના જુદા જુદા સ્વરૂપની છે. તેમાં એકસમાનતા હોઈ જોઈએ. તે માટે રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ તૈયાર કરવી જોઈએ અને તેને વોર્ડ સ્તરે અમલમાં મૂકવાની સૂચના પણ તેમણે આપી હતી..

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
