આજથી ૧૩ વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૩માં મુલુંડ કોલોનીમાં એક કામદાર મહિલા પર ગેંગરેપની ઘટનાના તમામ આરોપીઓ કે જેમને મુંબઈ સેશન્સ કોર્ટએ કસૂરવાર ઠેરવ્યા હતા એ તમામ આરોપીઓને બોમ્બે હાઈકોર્ટએ જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. અદાલતએ આ કેસમાં તપાસમાં ગંભીર ક્ષતિઓ જોઈએ છે જેમાં ઓળખ તપાસ પદ્ધતિમાં ખામી, બીન ભરોસાપાત્ર કોરેન્સીક બાબતો અને નબળી રજુઆત કારણભૂત હોવાનું જણાવ્યું છે.
જસ્ટીસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની ડિવીઝનલ બેન્ચએ એડીશનલ સેશન્સ જજ ગ્રેટર મુંબઈના ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ આરોપીઓને કસૂરવાર ઠેરવતા ઓર્ડરને બાજુએ મૂકતાં એ તમામ નવેનવ આરોપીઓને તત્કાળ છોડી મૂકવા આદેશ આપ્યો છે.

આ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૩માં મુલુંડ કોલોનીમાં ઘટી હતી જેમાં એક ચાઈનીઝ ફૂડ સ્ટોલ પરથી મોડી રાતે આ પીડિત મહિલાને ઉપાડી લાવીને આ તમામ આરોપીઓએ અલગ અલગ જગ્યા પર લઈ જઈને મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. હાઈકોર્ટની સૌથી મોટી ટિપ્પણી ટેસ્ટ આઈન્ડેન્ટીફિકેશન પરેડમાં જોવા મળેલી ખામીઓ સંબંધી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
