સવારે ખાંડ અને દૂધ વાળી કોફી પીવાને બદલે કાળી કોફીમાં લીંબુ ઉમેરીને પીવાનું શરુ કરો. લીંબુ વાળી કોફી બોડી ડિટોક્સ કરવાથી લઈ વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.
જો તમારું વજન વધારે છે, પેટ ફુલેલું રહે છે કે પછી પાચન સંબંધિત સમસ્યાઓ રહે છે તો થોડા દિવસ આ પ્રયોગ કરી જુઓ. આ પ્રયોગ કરવાથી તમારી સમસ્યાઓ કોઈપણ પ્રકારની સારવાર કે દવા વિના દૂર થવા લાગશે. જે પ્રયોગને અહીં વાત થઈ રહી છે તેમાં વધારે કંઈ કરવાની જરૂર નથી બસ સવારે જાગીને ખાંડ અને દૂધવાળી ચા કે કોફી પીવાને બદલે બ્લેક કોફીમાં લીંબુ ઉમેરીને પીવાનું છે.
લીંબુવાળી બ્લેક કોફી
હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારે જાગીને ચા કે કોફી પીવાને બદલે બ્લેક કોફીમાં લીંબુનો રસ ઉમેરીને પીવામાં આવે તો શરીરને અદભુત ફાયદા થઈ શકે છે. આ ફાયદા એવા લોકોને વધારે જોવા મળે છે જેમને બોડી ડિટોક્સ કરવાની જરૂર હોય, ફેટ ઓછું કરવું હોય કે પછી પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય. સવારે ખાલી પેટ બ્લેક કોફીમાં લીંબુ ઉમેરીને પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે તેના વિશે જો તમને જાણકારી ન હોય તો ચાલો સૌથી પહેલાં તેના વિશે જાણીએ.
વજન ઝડપથી ઓછું થશે
સવારમાં દૂધ અને ખાંડવાળી કોફી પીવાથી કેલરી ઈનટેક સવારથી જ વધી જાય છે તેને બદલે જો તમે બ્લેક કોફી માં લીંબુ ઉમેરીને પીશો તો તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળશે. લીંબુ અને કોફીનું મિશ્રણ ફેટ ઝડપથી ઓછું કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોને બોડી ફેટ ઓછું કરવું હોય તેમણે થોડા દિવસ કોપીમાં લીંબુ ઉમેરીને પીવું જોઈએ.

મેટાબોલિઝમ બુસ્ટ થશે
હેલ્થ એક્સપર્ટ અનુસાર ખાલી પેટ બ્લેક કોફીમાં લીંબુ ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જો આપણું મેટાબોલિઝમ સારી રીતે કામ કરતું હોય તો વજન વધવાથી લઈને અન્ય નાની-મોટી સમસ્યાઓ થતી નથી. બુસ્ટ કરવું હોય તો કોફી અને લીંબુ ને ડાયટમાં સામેલ કરી લો.
બોડી ડિટોક્ષ થશે
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો તમે કોફીમાં લીંબુ ઉમેરીને પીવો છો તો સૌથી પહેલા તો શરીરમાં એકઠા થયેલા ટોક્સિન ધીરે ધીરે બહાર નીકળવા લાગશે. કોફી અને લીંબુનું મિશ્રણ શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કેફીન અને વિટામીન સી બોડીને અંદરથી ક્લીન કરવામાં મદદ કરે છે.
પાચન સુધરશે
જો તમારું પાચનતંત્ર બરાબર કામ કરતું ન હોય અને તમને પાચન સંબંધિત સમસ્યાઓ અવારનવાર થતી હોય તો તમે લીંબુ અને કોફી પીવાની શરૂઆત કરી જ દો. સવારના કોફીમાં લીંબુ ઉમેરીને પીવાથી પાચન ક્રિયામાં સુધારો થવા લાગશે જેની અસર થોડા જ દિવસોમાં તમને દેખાશે.
કોફીમાં લીંબુ ઉમેરીને પીવાથી ઉપર જણાવેલા ફાયદા તો થશે જ તેની સાથે જ સવારના સમયે કોફીમાં લીંબુ ઉમેરીને પીશો તો સુસ્તી પણ દૂર થઈ જશે. સવારના સમયે આળસ આવતું હોય અને શરીરમાં થાકનો અનુભવ થતો હોય તો કોફી અને લીંબુ સૌથી બેસ્ટ છે. કોફી અને લીંબુ તમને ફ્રેશ કરી દેશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



