નેમી ક્વિન્સ ગ્રુપનો 6 ઓક્ટોબરના ધ ગ્રાઉન્ડ બેંક હોલ ખાતે આયોજિત નવરાત્રી સ્પેશિયલ પ્રોગ્રામને મેમ્બરોએ દિલ ખોલીને માણ્યો. રંગબેરંગી ચણિયાચોળીમાં અને આભૂષણોમાં મેમ્બરોએ હાથમાં પ્રોપ્સ લઈને ફેશન શોના રાઉન્ડમાં જબરજસ્ત રેમ્પવોક કર્યું હતું. ત્યારબાદ મેમ્બરોએ સ્ટેજ પરફોર્મન્સ આપીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને દરેકે સાથે રાસ ગરબા રમીને પોતાનો હર્ષ-ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.




પ્રોગ્રામમાં જજ તરીકે ઉપસ્થિત ચારૂલબેન શાહએ વિજેતાઓને ડિકલેર કર્યા હતા. નેમી ક્વિન્સ ગ્રુપ દ્વારા વિજેતાઓને ઇનામો અપાયા હતા તથા 30 જેટલા તપસ્વી રત્નોનું ભેટ દ્વારા બહુમાન કરી અનુમોદના કરવાનો લાભ લીધો હતો. પ્રોગ્રામમાં આમંત્રિત અતિથિઓમાં મીતાબેન પોપટ, ગુર્જરભૂમિના વૈશાલીબેન ઠક્કર, દર્શનાબેન, મૃદુલાબેન, ભાવનાબેન શેઠ (impulse), ભાવનાબેન શેઠ (BMC સ્કૂલ શિક્ષિકા)ઉપસ્થિતરહીનેકાર્યક્રમનીશોભાવધારીહતી.


સાથે અતિથિ વિશેષ તરીકે ક્રાઉન બેંકવેટ હોલના સંદીપભાઈ પોપટ, લાલજી સર સાથે સ્પેશિયલ ગેસ્ટ તરીકે શ્રી નીતિનભાઈ દેસાઈ જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં પોપટલાલના બોસ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે તેઓએ પ્રોગ્રામમાં હાજરી આપી તેમની રમુજ વાણીથી દરેકને હસાવીને પ્રોગ્રામની રોનક વધારી હતી. તેમના હસ્તે બેસ્ટ પ્લેયર્સને ઈનામો આપવામાં આવ્યા હતા. સાથે નેમી કિક્વન્સ ગ્રુપ દ્વારા હોલની સર્વે વ્યવસ્થાઓ પૂરી પાડવા બદલ સંદીપભાઈ અને લાલજીભાઈનો આભાર માનવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



