ઘણીવાર ગેસના કારણે માથું દુખવા લાગે છે. બોલચાલની ભાષામાં તેને ઊંધો ગેસ ચડવો પણ કહે છે. ગેસ જ્યારે ઉપરની તરફ વધે છે તો ઘણા લોકોને માથામાં દુખાવો થવા લાગે છે. ગેસના કારણે થતા માથાના દુખાવાને મટાડવાના 5 ઘરેલુ ઉપાય અહીં જણાવેલા છે.
1/6
હીંગ
ગેસના કારણે થતા દુખાવાથી રાહત મેળવવાનો સૌથી જૂનો અને અસરકારક ઈલાજ હીંગ છે. હીંગ લઈ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને નાભિની ફરતે ગોળાકારમાં લગાવો. થોડી વાર આરામ કરો. હીંગ લગાડવાથી ગેસથી રાહત થશે અને ધીરે ધીરે માથાનો દુખાવો પણ મટવા લાગશે.
2/6

આદુની ચા
માથું દુખતું હોય તો તેને મટાડવા માટે આદુની ચા પણ પી શકાય છે. આ ચા દૂધ અને ખાંડવાળી નહીં ફક્ત આદુ વાળી હોવી જોઈએ. માઈગ્રેનના કારણે થતા દુખાવામાં પણ આ ચા પી શકો છો. એક કપ પાણીમાં થોડું આદુ ખમણી ઉમેરી દેવું. ત્યારબાદ 5 મિનિટ પાણી ઉકાળો. ત્યારબાદ આ પાણી પી જવું.
3/6
અજમાની ચા
ગેસ અને બ્લોટિંગના કારણે માથામાં દુખાવો થતો હોય તો આ ઘરેલુ ઈલાજ પણ અપનાવી શકાય છે. તેના માટે પાણીમાં અજમા ઉમેરી પાણીને ઉકાળો. તમે અજમા સાથે પણ આદુ ઉમેરી શકો છો. આ પાણી હુંફાળુ ગરમ હોય ત્યારે પીવું. અજમા પેટની ગડબડ ઠીક કરવામાં મદદ કરી શકે છે.
4/6
લવિંગ
લવિંગ પણ માથાનો દુખાવો મટાડવાનો અકસીર ઈલાજ છે. લવિંગમાં રહેલા ગુણ મસલ્સને રિલેક્સ કરે છે. તેના માટે લવિંગને થોડા શેકી લો અને પછી રુમાલમાં લવિંગ બાંધી ઊંડા શ્વાસ લઈ તેને સુંઘો. તમે ઈચ્છો તો લવિંગનું તેલ કપાળ પર લગાવી પણ શકો છો.
5/6

ઠંડા પાણીનો શેક
માથામાં થતા દુખાવાથી રાહત મેળવવામાં ઠંડા પાણીનો શેક પણ કરી શકાય છે. ઠંડા પાણીમાં રુમાલ પલાળી અને માથા પર થોડી થોડી વારે મુકતા રહો. તમે ઈચ્છો તો રુમાલમાં બરફ બાંધીને પણ શેક કરી શકો છો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
