ડાયાબિટીસમાં પગ કાળા પડી જવા સામાન્ય સમસ્યા નથી, પરંતુ ગંભીર જટિલતાનો સંકેત હોઈ શકે છે. જો સ્કિનનો રંગ બદલાઈ રહ્યો છે, ઘાવ ઠીક થઈ રહ્યો નથી તો એકવાર જરૂર ડોક્ટરની સલાહ લો.
આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસ જેવી બીમારીથી પીડિત છે. એક સમય બાદ આ બીમારી વ્યક્તિને પકડમાં લઈ લે છે. તેથી સાવચેતી રાખવી ખુબ જરૂરી છે, કારણ કે માત્ર બ્લડ સુગર સુધી આ બીમારી સીમિત નથી, પરંતુ સમયની સાથે તે શરીરના ઘણા અંગોને અસર કરી શકે છે. તેની સૌથી વધુ અસર પગ પર પડે છે. આ દરમિયાન પગમાં નિષ્ક્રિયતા, ઘા, સોજો અને ત્વચાનો રંગ બદલાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા મામલામાં લોકોના પગ કે પગની આંગળીઓ કાળી પડવા લાગે છે. પરંતુ આ ફેરફાર સામાન્ય નથી. તેને નજરઅંદાજ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસમાં પગ કેમ કાળા પડી જાય છે? (Does diabetes cause black legs)
ડાયાબિટીસ લાંબા સમય સુધી ઉપર-નીચે રહેવા પર ન્યૂરોપેથી અને બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે પગમાં યોગ્ય રીતે લોહી અને ઓક્સીજન ન પહોંચે તો ત્યાંના ટિશ્યૂમાં અસર થવા લાગે છે. ગંભીર સ્થિતિમાં ટીશ્યૂ મૃત્યુ પામે છે, જેનાથી ચામડી કાળી દેખાવા લાગે છે. તેને મેડિકલની ભાષામાં ગેંગરીનનો સંકેત માની શકાય.
ક્યા કારણોથી વધે છે ખતરો?
હાઈ બ્લડ સુગર રરહેવું
પગમાં ખરાબ બ્લડ સર્કુલેશન
નસો નબળી પડવી
પગમાં ઈજા થવી
સંક્રમણ વધી જવું
બ્લડ પ્રેશર હાઈ રહેવું
ક્યા ગંભીર સંકેત જોવા મળે છે?
જો ડાયાબિટીસના દર્દીમાં આ લક્ષણ જોવા મળે તો તત્કાલ ડોક્ટર સાથે વાત કરવી જોઈએ. કારણ કે પગ કે પગની આંગળીઓ કાળી પડવી સારૂ માનવામાં આવતું નથી. જો પગમાં કોઈ ઘાવ ઠીક થઈ રહ્યો નથી તો વધુ સાવધાની રાખવાની જરૂર છે.

ડાયાબિટીક ફુટથી કઈ રીતે બચવું?
તમારે તમારૂ અને ડાયટનું ધ્યાન રાખવાનું છે. તેથી દરરોજ પગની તપાસ કરો અને પગને સ્વચ્છ રાખો. સાથે ઉઘાડા પગે ચાલવાથી બચો કારણ કે તેનાથી ઈન્ફેક્શન વધી શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
