શરીર માટે વિટામિન બી12 સૌથી મહત્વનું હોય છે. જો આ વિટામિનની ખામી લાંબા સમય સુધી રહે તો મગજ, આંખ સહિતના અંગો પર ગંભીર અસરો થવા લાગે છે. શરીરમાં વિટામિન બી12 ઓછું છે કે નહીં તે જીભ જોઈને જાણી શકો છો.
અન્ય વિટામિનની જેમ વિટામિન બી12 પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામીન બી12 રેડ બ્લડ સેલ્સ અને ડીએનએનું નિર્માણ માટે જરૂરી હોય છે. જો શરીરમાં વિટામીન b12 ઓછું હોય તો ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. વિટામિન બી12 ઓછું છે તે તમે જીભ ચેક કરીને જાણી શકો છો. આજે તમને જણાવીએ શરીરમાં વિટામિન બી12 ઓછું હોવાના લક્ષણો વિશે જણાવીએ અને વિટામિન બી12 લાંબા સમય સુધી ઓછું હોય તો કઈ ગંભીર બીમારી થઈ શકે તે પણ જણાવીએ.
આપણા શરીર માટે વિટામીન b12 સૌથી વધારે જરૂરી છે. કારણ કે આ વિટામિન બી12 રેડ બ્લડ સેલ્સ અને ડીએનએ નિર્માણ માટે જરૂરી હોય છે. સાથે જ વિટામીન b12 મગજ અને નર્વ સેલ્સના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં વિટામીન b12 ઓછું હોય તો તેના લક્ષણો શરીર પર તુરંત દેખાવા લાગે છે તેમાં જીભમાં પણ ફેરફાર થઈ જાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો સમય રહેતા વિટામિન બી12ની ઉણપને દૂર કરવામાં ન આવે તો તેના કારણે ગંભીર સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે એટલા માટે જ એ જાણવું જરૂરી છે કે શરીરમાં વિટામિન બી12 નું પ્રમાણ બરાબર છે કે નહીં. શરીરમાં વિટામિન બી12 ઓછું છે કે નહીં તે તમે જીભ ચેક કરીને જાણી શકો છો.
વિટામિન બી12ની ખામીના લક્ષણો
શરીરમાં વિટામિન બી12 ઓછું હોય તો જીભ ઉપર ઘા બની જાય છે. આ સિવાય જીભ વધારે પડતી ચીકણી રહેતી હોય તો તેનો મતલબ છે કે વિટામીન b12 ઓછું છે. જીભ પર દેખાતા આ લક્ષણ સિવાય વિટામિન બી12 ઓછું થઈ જાય ત્યારે ત્વચા પીળી પડવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, થાકનો અનુભવ થાય છે, ભૂખ નથી લાગતી, વજન ઘટવા લાગે છે અને મૂડમાં પણ ફેરફાર થતા રહે છે.
વિટામિન બી12 ઓછું હોવાથી થતા ગંભીર નુકસાન

શરીરનું હલનચલન બંધ થઈ જવું
વિટામિન બી12 જો લાંબા સમય સુધી ઓછું હોય તો તેના કારણે શરીરને નસોમાં નબળાઈ આવી જાય છે અને હાથ પગ સુન્ન થઈ જાય છે. જેના કારણે શારીરિક સંતુલન જળવાતું નથી અને હલનચલન કરવામાં પણ તકલીફ પડવા લાગે છે.
ડિપ્રેશન અને ભુલવાની બીમારી
વિટામિન બી12 ઓછું હોય તો મગજ બરાબર રીતે કામ કરી શકતું નથી જેના કારણે ભૂલવાની બીમારી થઈ શકે છે અને વ્યક્તિને ડિપ્રેશન જેવી સમસ્યા પણ થઈ શકે છે.
અંધાપો
જો સમયસર વિટામિન બી12 નો ઈલાજ કરવામાં ન આવે તો તેના કારણે આંખને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. વિટામિન બી12 ની ખામીના કારણે આંખને મગજ સાથે જોડતી નસોને નુકસાન થવા લાગે છે, જેના કારણે ધીરે ધીરે જોવાની ક્ષમતા ઘટી જાય છે. ગંભીર સ્થિતિમાં વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
