ઘણીવાર આપણે સમજી શકતાં નથી, પરંતુ આપણી દૈનિક ભૂલો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. ડોક્ટર શાલિની સિંહ સલુંકેએ એવી પાંચ ભૂલ વિશે જણાવ્યું છે, જે આપણી કિડની ખરાબ કરી શકે છે.
ઘણીવાર આપણી ખાવા-પીવાની આદતો આપણા શરીરને ઘણી બીમારીનો શિકાર બનાવે છે, જેમાંથી એક સમસ્યા કિડનીની પણ છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે તો શરીરમાં ઘણી સમસ્યા શરૂ થઈ જાય છે. પરંતુ લોકોને તે ખ્યાલ હોતો નથી કે તેને કિડનીની સમસ્યા છે. ડોક્ટર શાલિનીએ પાંચ એવી ભૂલ વિશે જણાવ્યું છે, જે તમે જાણતા-અજાણતા દરરોજ કરી રહ્યાં છો.
કિડની ખરાબ થવાના કારણ | What Causes Kidney Damage

કોલ્ડ ડ્રિંકનું સેવન
ડોક્ટર શાલિની સંકુલે જણાવે છે કે દરરોજ કોલ્ડ ડ્રિંક કે સોડા પીવાથી કિડની ખરાબ થઈ શકે છે. તેમાં જોવા મળતા એસિડ અને એક્સ્ટ્રા સુગર કિડનીને ખરાબ કરી શકે છે. જો તમને દરરોજ કોલ્ડ ડ્રિંક પીવાની આદત છે તો તેને સમય રહેતાં બદલી લેવી ફાયદાકારક છે.
જૂના એલ્યુમિનિયમના વાસણ
ડોક્ટરનું કહેવું છે કે જૂના, તૂટેલા કે સ્ક્રેચ લાગેલા એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવાની આદત પણ તમારી કિડનીને બીમાર કરી શકે છે.
જરૂરિયાતથી વધુ પ્રોટીન કે સપ્લીમેન્ટનો ઉપયોગ
જો તમે વર્કઆઉટ કરો છો અને જરૂરિયાતથી વધુ પ્રોટીન અને સપ્લીમેન્ટ લો છો, પરંતુ પાણી પીવાની માત્રા ઓછી છે તો તમારી આ આદતની અસર તમારી કિડની પર પડી શકે છે.

જરૂરિયાતથી વધુ નમકનું સેવન
જો તમે વધુ નમકનું સેવન કરો છો તો તમારી કિડની પર ખરાબ અસર પડે છે. જો તમે નમકીન, અથાણા કે પાપડ જેવી વસ્તુના દીવાના છો તો સમયની સાથે આ આદત બદલવી ફાયદાકારક છે.
બીપીની સમસ્યા
જો તમારૂ બીપી 130/90 થી ઉપર રહે છે, તો ધીમે-ધીમે કિડનીની વેસેલ્સને ડેમેજ કરી શકે છે. તેથી બીપીને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
