જો તમે દવા વિના સ્કિનથી લઈ પેટની સમસ્યાઓને દુર કરી સ્વસ્થ રહેવા માંગો છો તો આ રીતે બનાવેલું હળદરવાળું દૂધ રોજ પીવાનું શરુ કરો. આ દૂધને તમે સવારે પણ લઈ શકો છો અને રાત્રે પણ લઈ શકો છો. હળદર અને મરીવાળું દૂધ શરીરને 5 સૌથી મોટા ફાયદા કરશે.
હળદરવાળા દૂધ વિશે તો તમે પણ જાણતા હશો. શરદી, ઉધરસ થયા હોય કે પછી ઈજા થઈ હોય ત્યારે હળદર વાળું દૂધ પીવડાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે રોજ હળદર અને મરી વાળું દૂધ પીવો તો શરીરને 5 અદભુત ફાયદા થઈ શકે છે? હળદર વાળું દૂધ દવાની જેમ ક્યારેક જ પીવું એવું જરૂરી નથી તમે હળદર અને મરી વાળું દૂધ રોજ પણ પી શકો છો. જો તમે હળદર અને મરી પાવડર વાળું દૂધ રોજ પીવાનું શરૂ કરો તો શરીરની 5 સમસ્યાઓથી રાહત મળવા લાગે છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ.
હળદર અને મળી પાવડર વાળા દૂધનો ફાયદો

સૌથી પહેલા તો એ વાત ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ તમે દૂધમાં હળદર ઉમેરો તો તેની સાથે મરી પાવડર ઉમેરવો જરૂરી હોય છે. એટલા માટે કે હળદરમાં રહેલા કર્કયુમીનનું અવશોષણ ત્યારે જ થઈ શકે છે જ્યારે કાળા મરીનું પેપરીન તેમાં ભળે. એટલે કે હળદરવાળા દૂધમાં મરી પાવડર ઉમેરવો જરૂરી છે જેથી હળદરના ફાયદા શરીરને મળી શકે. હળદર અને મરી પાવડર વાળા દૂધમાં ખાંડ ઉમેરવાનું ટાળવું આ દૂધ ખાંડ વિનાનું પીવાથી ફાયદો થાય છે. હવે જાણીએ હળદર અને મરી પાવડર વાળું દૂધ પીવાથી શરીરને કેવા ફાયદા થાય ?
હળદર અને મરી વાળું દૂધ પીવાના ફાયદા
ઇન્ફેક્શન માટે
મરી પાવડર અને હળદર વાળું દૂધ રોજ પીવાથી શરદી, ફ્લૂ અને સીઝનલ ઇન્ફેક્શનથી રાહત મળી શકે છે. આ દૂધમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે શરીરની ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.
પાચનની સમસ્યા દૂર થશે
ઘણા લોકોને પેટ ફૂલી જવું, અપચો, વારંવાર પેટ ખરાબ થવું જેવી પાચન સંબંધિત તકલીફો રહેતી હોય છે. પાચનની તકલીફોમાં હળદર અને મરી પાવડર વાળું દૂધ નેચરલ ઉપાય છે. હળદર અને મરી પાવડર પાચન એન્જાઈમને સક્રિય કરે છે જેના કારણે શરીર ખોરાક સારી રીતે પચાવે છે અને પેટની સમસ્યા થતી નથી.
ગટ હેલ્થ સુધરશે
હળદર અને મરી વાળું દૂધ પીવાથી ગટ હેલ્થ સુધરે છે. જો ગટ હેલ્થ બરાબર ન હોય તો વજન વધવાથી લઈને શરીરમાં સોજા, પાચનની તકલીફો સહિતની સમસ્યા રહે છે. જો હળદર અને મરી વાળું દૂધ પીવામાં આવે તો ગટ હેલ્થ નેચરલી ઠીક થઈ જાય છે.

સ્કિનની સુંદરતા વધે
યુવક હોય કે યુવતી પોતાની સ્કીનને સુંદર રાખવા માટે દર મહિને હજારો રૂપિયા ખર્ચતા હોય છે. જેથી સ્કિન પર કોઈપણ પ્રકારની સમસ્યાનો રહે અને સ્કીન સુંદર તેમજ બેદાગ દેખાય. આ કામ કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ થઈ શકે છે. જો તમે રોજ હળદર અને મરી પાવડર વાળું દૂધ ખાંડ વિના પીવાનું શરૂ કરો તો સ્કીન ક્લિયર થવા લાગે, સ્કીનની સમસ્યાઓ દૂર થઈ જાય અને સ્કીનની સુંદરતા વધી જાય છે.
ઈમ્યુનિટી બુસ્ટર
હળદર અને મરી વાળું દૂધ બેસ્ટ ઈમ્યુનિટી બુસ્ટર છે. આ દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વારંવાર થતી બીમારીઓનું પ્રમાણ ઘટે છે.
ક્યારે પીવું હળદર અને મરી વાળું દૂધ ?
હળદર અને મરી પાવડર વાળું દૂધ સવારે ખાલી પેટ પણ પી શકાય છે અને રાત્રે સુતા પહેલા પણ પી શકાય છે. જો તમને રાત્રે ઊંઘની સમસ્યા રહેતી હોય તો રાત્રે હળદર અને મરી વાળું દૂધ પીવાનું રાખો. તેનાથી સ્ટ્રેસ દૂર થશે અને ઊંઘ સારી આવશે આ સિવાય તમે સવારે પણ હળદર વાળું દૂધ પી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
