ઉનાળામાં શરીરમાં પાણી ઓછું થઈ જાય એટલે કે ડિહાઈડ્રેશન થાય તો તેના કારણે કિડની, લીવર, હાર્ટ સહિતના દરેક અંગ પર ખરાબ અસરો પડે છે. આ અસરો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. શરીરના અંગોને ડેમેજ ન થવા દેવા હોય તો ઉનાળામાં પુરતાં પ્રમાણમાં પાણી પીવું.
એ વાત તો તમે પણ જાણતા હશો કે આપણા શરીર માટે પાણી ખૂબ જરૂરી છે. પાણીની જરૂરીયાત ઉનાળા દરમિયાન વધી જાય છે. ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો ડિહાઇડ્રેશન થઈ જાય છે. ડિહાઇડ્રેશનના કારણે લૂ લાગવી, હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે અને તેની સાથે જ શરીરના મહત્વના અંગો પણ પ્રભાવિત થાય છે. જે લોકો પૂરતા પ્રમાણમાં પાણી ન પીતા હોય તેમના શરીરના અંદરના અંગો ધીરે ધીરે ડેમેજ થવા લાગે છે.

આપણા શરીરમાં કિડની, લીવર, હાર્ટ, મગજ સહિતન અંગો મહત્વપૂર્ણ હોય છે. આ અંગ ડેમેજ ન થાય તે વાતનું વધારે ધ્યાન રાખવું પડે છે. સામાન્ય લાગતું પાણી પણ આ અંગો ડેમેજ થવાનું કારણ બની શકે છે. પાણી શરીરના આ અંગો માટે પણ જરૂરી છે. જો ઉનાળામાં તમે ઓછું પાણી પીવો અને શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો તેના કારણે આ અંગો પર પણ અસર થાય છે. જેના કારણે અંદરના અંગો ડેમેજ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ડિહાઇડ્રેશન ના કારણે શરીરની અંદરના અંગો પર કેવી અસર થાય છે. આ અસર વિશે જાણ્યા પછી તમે રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો.
ડિહાઇડ્રેશનના કારણે શરીરને થતું નુકસાન
કિડની ફેલ થવાનું જોખમ
કિડની આપણા શરીરનું એવું અંગ છે જેનું કાર્ય પાણી પર આધાર રાખે છે. જો તમે ઓછું પાણી પીવો છો તો કિડની સૌથી પહેલા પ્રભાવિત થાય છે. ઓછું પાણી પીવાથી પથરી, ઇન્ફેક્શન અને ગંભીર સ્થિતિમાં કિડની ફેલ થઈ જવાનું જોખમ પણ વધી જાય છે. આવું એટલા માટે થાય છે કે કિડની આપણા શરીરના ઝેરી તત્વોને ફિલ્ટર કરે છે અને આ તત્વ પાણીના માધ્યમમાંથી જ શરીરથી બહાર નીકળે છે. જો પાણી ઓછું પીવાતું હોય તો આ તત્વો બહાર નીકળી શકતા નથી અને સૌથી પહેલા કિડનીને જ ડેમેજ કરે છે.
હાર્ટ પર વધે પ્રેશર
હાર્ટ કામ કરે છે એટલે જીવન શક્ય છે જો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય તો જીવનનો અંત આવી જાય છે. હૃદય કામ કરતું રહે તે માટે પાણી મહત્વપૂર્ણ છે. ઓછું પાણી પીવાથી લોહી ઘટ્ટ થવા લાગે છે અને હૃદયને વધારે મહેનત કરવી પડે છે. ઓછું પાણી પીવાથી હાર્ટ રેટ અને હૃદય પર પ્રેશર વધી જાય છે. જેના કારણે જીવ પર જોખમ ઊભું થઈ શકે છે.

સ્કિન ડેમેજ થવી
બ્યુટી ટીપ્સમાં વારંવાર એવી સલાહ આપવામાં આવે છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવો તો તેનાથી સ્કિન ડેમેજ થવા લાગે છે. પાણીની ઉણપના કારણે ડેમેજ થયેલી સ્કિન મોંઘા બ્યુટી પ્રોડક્ટ યુઝ કર્યા પછી પણ રીપેર થઈ શકતી નથી. કારણ કે સ્કિનને ડિહાઇડ્રેશનના કારણે અંદરથી જ નુકસાન થઈ ગયું હોય છે. ઓછું પાણી પીતા હોય તે લોકોના ચહેરા પર કરચલીઓ પણ ઝડપથી પડવા લાગે છે અને ડ્રાયનેસ વધી જાય છે.
પાણીની ઉણપ મગજને કરે પ્રભાવિત
પાણી મગજ માટે પણ જરૂરી છે. ઓછું પાણી પીવાથી મગજ કામ કરી શકતું નથી અને મૂડ ખરાબ થવો, થાક લાગવો, ચક્કર આવવા, કામોમાં ધ્યાન ન રહેવું જેવી તકલીફો થઈ શકે છે.
સ્નાયુ સંકોચાઈ જવા
ઓછું પાણી પીવાથી આપણા શરીરના સ્નાયુને પણ નુકસાન થાય છે.. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો તેના કારણે સ્નાયુમાં દુખાવો અને સ્નાયુ જકડાઈ જેવા જેવી તકલીફો થાય છે. આ સિવાય ડિહાઇડ્રેશનના કારણે સ્નાયુ સંકોચાઈ જાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
