જો તમારી ઉંમરથી 30 થી વધારે છે અને ચહેરા પર વધતી ફાઈન લાઈન્સ રોકવા માટે તમે અલગ અલગ ઉપાયો અપનાવી રહ્યા છો તો એ બધું કરવાનું છોડો અને સવારે આ રીતે ફેસ વોશ કરવાનું શરુ કરો. સવારે જાગીને આ રીતે ફેસ વોશ કરી લેવાથી તમારી સમસ્યાનું સમાધાન તમને મળી જશે.
30 વર્ષની ઉંમર પછી યુવતીઓને એક વિચિત્ર ચિંતા સતાવવા લાગે છે. આ ચિંતા હોય છે ચેહરા પર દેખાતી કરચલીઓ અને ફાઈનલાઇન્સને દૂર કેવી રીતે કરવી ? 30 વર્ષની ઉંમર પછી ચહેરા પર એજિંગની અસરો દેખાવા લાગે છે. જેમાં આંખોની નીચે કરચલીઓ દેખાવા લાગે અને ચહેરાની ત્વચા ઢીલી પડતી હોય તેવું દેખાય છે. આ સમસ્યાને શરૂઆતમાં જ દૂર કરી દેવી હોય તો તેના માટે બરફનું પાણી સૌથી બેસ્ટ છે.
ચહેરા પર પડતી કરચલીઓને દૂર કરવા અને સ્કીનને ટાઈટ રાખવા માટે શું કરવું આજે તમને જણાવીએ. આ ઉપાય એટલો સરળ છે કે તેના માટે તમારે એક પણ રુપિયો ખર્ચ કરવાની પણ જરૂર નથી અને ચહેરા પર કેમિકલ યુક્ત પ્રોડક્ટ લગાડવાની પણ જરૂર નથી. આ ઉપાય કરવા માટે તમને બસ પાણી અને બરફની જરૂર પડશે. આ ઉપાય તમારી સ્કીન માટે ગેમ ચેન્જર સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ આ ઉપાય કયો છે અને તેને કેવી રીતે અપનાવો.

બરફના પાણીથી ચહેરો સાફ કરવો
ચહેરા પરથી કરચલીઓ અને ફાઈનલાઇન્સ દૂર કરવી હોય અને સ્કીનને ટાઈટ રાખવી હોય તો સવારે બરફના પાણીથી ચહેરો સાફ કરવાનું શરૂ કરો. તેના માટે એક એક એવું બાઉલ લેવું જેમાં તમારો ફેસ જઈ શકે. આ બાઉલમાં પાણી ભરો અને તેમાં થોડા ટુકડા બરફના એડ કરો. હવે આ પાણીમાં ચહેરો ડુબાડો. બેથી ત્રણ સેકન્ડ માટે પાણીમાં ચહેરાને ડૂબાડો. આ રીતે 10 થી 15 વખત ચહેરાને બરફના પાણીમાં ડુબાડો.
બરફના પાણીથી ચહેરો ધોવાના ફાયદા
જો તમે ઉપર જણાવેલી રીત અનુસાર સવારના સમયે ચહેરાને બરફના પાણીથી સાફ કરો છો તો તેનાથી સ્કીનના પોર્સ નાના થવા લાગે છે. જેના કારણે સ્કીન કસાયેલી અને ટાઈટ દેખાય છે. ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી ચહેરા પરનો સોજો દૂર થાય છે અને ફાઈનલાઇન્સ ઓછી થઈ જાય છે. આઈસ વોટર થેરાપીથી ચહેરાનું એક્સ્ટ્રા ઓઇલ કંટ્રોલમાં રહે છે અને ઇન્સ્ટન્ટ ગ્લો ચહેરા પર દેખાવા લાગે છે.

આઈસ વોટર થેરાપી કર્યા પછી શું કરવું ?
- આઈસ વોટર થેરાપીથી તુરંત ફાયદો જોવા મળે છે પરંતુ આ રીતે ચહેરો સાફ કરો ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે જેના વિશે મોટાભાગના લોકો વાત કરતા નથી. ઠંડા પાણીથી ચહેરો ધોવાનો હોય તે પહેલા માઈલ્ડ ફેસવોશ યુઝ કરી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો અને પછી ઠંડા પાણીમાં ચહેરો ડૂબાડો.
- બરફના પાણીથી ફાયદો થાય છે તેવું જાણીને પાણીમાં વધારે બરફ ઉમેરવો નહીં. એક બાઉલ પાણીમાં 6 થી 7 ટુકડા જ બરફના નાખવા. બરફ વધારે હશે તો સ્કીન લાલ થઈ જશે.
- બરફના પાણીથી ચહેરો ધોયા પછી ચહેરાને સાફ કરવા માટે સ્કિન પર નેપકીન કે ટુવાલ ઘસવો નહીં. ચહેરાને પેટ ડ્રાય કરો. સ્કીન ડ્રાય થઈ જાય પછી મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરવાનું ભૂલવું નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
