ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાસ તો જે લોકોને પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તેમના માટે ચિયા સીડ્સનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે તેથી જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવું નહીં. 

 ચિયા સીડ્સનો ઉપયોગ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. મોટાભાગના લોકો વજન કંટ્રોલ કરવા માટે ચિયા સીડ્સનું સેવન દિવસ દરમિયાન કરતા હોય છે. ચિયા સીડ્સ પોષક તત્વથી ભરપૂર હોય છે. તેને ખાવાથી પાચનતંત્રથી લઈને શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ચિયા સીડ્સ પોષક તત્વનો ભંડાર હોય છે તેનાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા પણ દૂર થાય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરમાં જો પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાસ તો જે લોકોને પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તેમના માટે ચિયા સીડ્સનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે તેથી જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવું નહીં. 

એલર્જીમાં ચિયા સીડ્સ

ચિયા સીડ્સથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. જે લોકોને ત્વચા સંબંધિત એનર્જી હોય તેઓ ચિયા સીડ્સનું સેવન કરે તો એલર્જીની સમસ્યા વધી શકે છે. ચિયા સીડ્સના કારણે શરીરમાં સોજા, છીંક આવી સ્કિન પર એલર્જીના લક્ષણ જોવા મળી શકે છે. જો તમને કોઈપણ વસ્તુની એલર્જી છે તો ચિયા સીડ્સનું સેવન કરવાથી બચવું. 

ડાયાબિટીસમાં ચિયા સીડ્સ

ચિયા સીડ્સ બ્લડ સુગર લેવલને ઘટાડી શકે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબર આંતરડામાં શર્કરાના અવશોષણને ધીમું કરે છે. ડાયાબિટીસમાં શર્કરામાં વૃદ્ધિ અને ઘટાડાને રોકવા માટે ઇન્સ્યુલિનની દવા આપવામાં આવે છે. તેવામાં જો ચિયા સીડ્સનું સેવન કરવામાં આવે તો સુગર લેવલ ઘટી શકે છે. 

હાઈ બ્લડપ્રેશરમાં ચિયા સીડ્સ

ચિયા સીડ્સ હાઈ બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે. ચિયા સીડ્સના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ સૌથી વધુ હોય છે. જે બ્લડને પાતળું કરીને બ્લડ પ્રેશરને ઘટાડવાનું કામ કરે છે. જે લોકો પહેલાથી જ બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય તેઓ દવાની સાથે ચિયા સીડ્સનું સેવન કરે તો તેમની સ્થિતિ બગડી શકે છે. 

કેવી રીતે કરવું ચિયા સીડ્સનું સેવન ? 

ચિયા સીડ્સને હંમેશા પાણીમાં પલાળીને ખાવા જોઈએ. આ ઉપરાંત તમે ચિયા સીડ્સને ફણગાવીને પણ ખાઈ શકો છો તે શરીર માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. જોકે હંમેશા ધ્યાન એ વાતનું રાખવું કે વધારે પ્રમાણમાં ચિયા સીડ્સનું સેવન ન કરો. આ નાના નાના દાણા ગુણકારી છે પરંતુ તેની માત્રા નક્કી હોવી જોઈએ. વધારે પ્રમાણમાં આ વસ્તુ ખાવાથી શરીરમાં સમસ્યાઓ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us