લસણને ઔષધી ગણવામાં આવે છે. કેટલાક રોગમાં દવાની જેમ કામ કરતું લસણ કેન્સર જેવી બીમારીનું જોખમ ઘટાડે છે એવું કહેવાય છે. પરંતુ આ વાત પર વૈજ્ઞાનિક શોધ શું કહે છે આજે તમને જણાવીએ.
રસોઈમાં ઉપયોગમાં આવતું લસણ એવી વસ્તુ છે જેને અલગ અલગ બીમારીમાં ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. ખાસ તો હાર્ટ સંબંધિત સમસ્યામાં લસણ ખાવાનું સુચન કરવામાં આવે છે. તમે ઘણીવાર કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ લસણ ખાવાથી થતા લાભ વિશે સાંભળ્યું હશે. તો ચાલો આજે તમને જણાવીએ કે આ સલાહ અંગે વૈજ્ઞાનિક રિસર્ચ શું કહે છે.
લસણમાં એલિન નામનું તત્વ હોય છે. જ્યારે આપણે લસણને વાટીએ છીએ ત્યારે એલિન એલિસિનમાં બદલી જાય છે. એલિસિન અને અન્ય પ્રાકૃતિક યૌગિક શરીર માટે લાભકારી ગણાય છે. રિસર્ચ અનુસાર લસણના આ યૌગિક શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ્સને ઓછા કરવામાં મદદ કરી શકે છે.

કેન્સર અને લસણ
લસણ શરીરમાં સોજા એટલે કે ઈન્ફ્લેમેશન ઓછું કરી શકે છે. અને કોશિકાના ડીએનએની સુરક્ષા કરવામાં મદદ કરે છે. કેન્સરના યૌગિક ખરાબ કોશિકાને નષ્ટ કરવામાં મદદ કરી શકે છે અને કેન્સર કોશિકાઓનો ગ્રોથ સ્લો કરી શકે છે. લસણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.
લસણ અંગેના વૈજ્ઞાનિક સંશોધન
કેટલીક રિસર્ચ અનુસાર જે લોકો નિયમિત રીતે લસણ ખાય છે તેમને પેટ અને મોટા આંતરડાનું કેન્સર થવાનું જોખમ ઓછું થઈ શકે છે. પરંતુ રિસર્ચમાં એવું સાબિત નથી થતું કે ફક્ત લસણ ખાવાનું શરુ કરી દો એટલે કેન્સર નહીં થાય. કેન્સર થવાનું જોખમ આહાર, જીવનશૈલી, કસરત અને વ્યસન સહિતના કારણો પર પણ હોય છે. વૈજ્ઞાનિક સંશોધન પરથી એ સ્પષ્ટ રીતે સાબિત નથી થયું કે લસણ કે તેના સપ્લીમેંટ્સ કેન્સર થતા રોકી શકે છે.

ટુંકમાં એવું કહી શકાય કે લસણ ખાવું ફાયદાકારક છે પરંતુ તેનો અર્થ એવો નથી કે લસણને દવા તરીકે રોજ ખાતા લોકોને કેન્સર થશે જ નહીં.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
