ગરમી છે ત્યાં સુધી રોજ સવારે નરણા કોઠે એટલે કે વાસી મોઢે 1 એલચી ખાવાનું શરુ કરો. એક નાનકડી એલચી સવારે ખાવાથી 5 તકલીફોમાં રાહતનો અનુભવ થવા લાગશે.
એલચી જેનો ઉપયોગ મીઠાઈમાં અને રસોઈમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે તે દેખાવમાં ભલે નાની હોય પણ તેના ગુણ એવા છે કે યોગ્ય સમયે ખાવાથી શરીરની બીમારીઓ પણ દૂર થઈ શકે. તેમાં પણ અત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં તો એલચી તમને રાહતનો અનુભવ કરાવશે. એલચી દરેક ઘરના રસોડામાં હોય જ છે. એલચીથી થતા આ ફાયદા વિશે જાણીને તમે પણ એલચી રોજ સવારે ખાવાની શરૂઆત કરી દેશો.
ગરમીના દિવસોમાં ડિહાઇડ્રેશન, હિટ સ્ટ્રોક સહિતની સમસ્યાઓ સાથે અન્ય કેટલીક હેલ્થ પ્રોબ્લેમથી પણ લોકો પરેશાન રહેતા હોય છે. આવી જ 5 હેલ્થ પ્રોબ્લેમનો ઈલાજ એલચી સાબિત થઈ શકે છે. તેના માટે રોજ સવારે નરણા કોઠે એટલે કે વાસી મોઢે એક એલચી ચાવીને ખાવાનું શરૂ કરી દો. એલચી ખાવાનું શરૂ કરશો એટલે થોડા જ દિવસમાં તમને શરીરમાં ફેરફાર દેખાવા લાગશે. ખાસ કરીને જે લોકોને આ પ્રકારની સમસ્યાઓ રહેતી હોય તેમને રાહતનો અનુભવ થશે.

મોઢાના ચાંદા અને શ્વાસની દુર્ગંધ
ઉનાળામાં જો તમે પણ મોઢામાંથી આવતી વાસ અને વારંવાર થતાં મોઢાના ચાંદાથી પરેશાન રહો છો તો રોજ સવારે એલચી ખાવાનું શરૂ કરો. સવારે જાગીને બ્રશ કરી અને પછી એલચી ધીરે ધીરે ચાવીને ખાવ. એલચીમાં રહેલું તેલ મોઢાના બેક્ટેરિયાનો નાશ કરી નાખશે જેના કારણે મોઢામાંથી વાસ આવતી બંધ થશે. એલચીમાં કુલિંગ એજન્ટ હોય છે જેના કારણે મોઢામાં થયેલા ચાંદા થી પણ રાહત મળે છે.
છાતી અને પેટની બળતરા
ઉનાળામાં પાચન શક્તિ નબળી પડી જાય છે તેવામાં તળેલું કે મસાલેદાર ભોજન કર્યું હોય તો સવારના સમયે છાતીમાં અને પેટમાં બળતરાનો અનુભવ થાય છે. આ સમસ્યા રોજ રહેતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે વાસી મોઢે એલચી ખાવાનું શરૂ કરો. એલચી માં રહેલા કુલિંગ એજન્ટ પેટની ગરમીને શાંત કરશે. એલચી ડાઈજેશન સુધારવામાં પણ ફાયદો કરશે
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે
જે લોકોને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તેમણે રોજ સવારે એલચી ચાવીને ખાવી જોઈએ. રિપોર્ટ અનુસાર એલચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્થ પણ સુધરે છે. એલચી એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.
મૂડ સુધરશે
ગરમીના કારણે સવારે થાક અને ચીડીયાપણાનો અનુભવ થતો હોય છે. રોજ સવારે એલચી ખાઈ લેવાથી સ્ટ્રેસ અને થાકથી રાહત મળે છે અને મૂડ સુધરે છે. સવારના સમયે એલચી ખાવાથી મન શાંત રહે છે અને પ્રશ્ન અને તાજગીનો અનુભવ થાય છે.

બોડી ડિટોક્સ થશે
સવારના સમયે ઘણા લોકો બોડી ડિટોક્સ થાય તે માટે અલગ અલગ પ્રકારના પીણા પીતા હોય છે. જો તમારે કોઈ વસ્તુ પીવી ન હોય તો એલચી ખાવાનું રાખો. ખૂબ ઓછા લોકો જાણે છે કે એલચીમાં પણ પ્રાકૃતિક રીતે મૂત્રવર્ધક ગુણ હોય છે. સવારે સૌથી પહેલા એલચી ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
