વરસાદી ઋતુમાં માર્કેટમાં કારેલા જેવું દેખાતું શાક મળવા લાગશે. આ શાકને ગુજરાતમાં કંટોલા કહેવામાં આવે છે. મોટાભાગે ચોમાસાની ઋતુમાં જ મળતાં કંટોલા પ્રોટીનનું પાવરહાઉસ શાક છે. આ શાક શરીરમાંથી ફેટ ઓછું કરી મસલ્સ બનાવવામાં મદદ કરશે.
ચોમાસું શરુ થાય એટલે થોડા દિવસમાં માર્કેટમાં કારેલા જેવું દેખાતું કાંટાવાળું શાક દેખાવા લાગે છે. શાકને કંટોલા કહેવામાં આવે છે. જે લોકો કંટોલા વિશે જાણતા ન હોય તેને જણાવી દઈએ કે કંટોલા સૌથી શક્તિશાળી અને સૌથી વધુ પ્રોટીન ધરાવતું શાક છે. આ શાક ચોમાસામાં અચૂક ખાવું.

કંટોલાનું શાક ખાસ એટલા માટે છે કે તેમાં કેલેરી સૌથી ઓછી અને પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપુર માત્રામાં હોય છે. આ શાક ચોમાસાની ઋતુ દરમિયાન જ મળે છે પણ તેને ખાઈ લીધું તો શરીર લોખંડ જેવું મજબૂત થઈ જશે. કંટોલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને અન્ય સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.
પ્રોટીનનો પાવરહાઉસ કંટોલા
કંટોલાની ખાસિયત એ છે કે તેમાં પ્રોટીન સૌથી વધુ હોય છે. જે લોકો શરીરમાંથી ફેટ ઓછું કરી મસલ્સ બનાવવા માંગતા હોય તેમણે તો કંટોલા ખાવા જ જોઈએ. કંટોલામાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે. કંટોલા દેખાવમાં કાંટાવાળા લાગે છે પરંતુ તેનો સ્વાદ કડવો નથી હોતો. તેનું શાક પણ સ્વાદિષ્ટ બને છે. પ્રોટીનની માત્રાની વાત કરીએ તો 100 ગ્રામ કંટોલામાંથી 3 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. વેજીટેરીયન લોકો માટે કંટોલા સૌથી બેસ્ટ શાક છે.

કંટોલાના શાકના ફાયદા
પ્રોટીનથી ભરપુર હોવાની સાથે આ શાક પાચન માટે પણ સારું ગણાય છે. કંટોલાનું શાક ખાવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે. કંટોલા વિટામિન અને મિનરલ્સથી ભરપુર હોય છે તેને ખાવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થાય છે. કંટોલામાં આયરન પણ વધારે હોય છે જે લોહી વધારવામાં મદદ કરે છે.
કંટોલા કઈ કઈ બીમારીઓમાં લાભ કરે ?
વજન ઓછું કરવાથી લઈ કંટોલા ડાયાબિટીસમાં બ્લડ શુગર મેનેજ કરવામાં, હાડકા મજબૂત કરવામાં, બ્લડ પ્રેશર મેનેજ કરવામાં મદદરુપ થાય છે. કંટોલા પાચનની તકલીફો દુર કરવામાં મદદ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
