જમ્યા પછી ખોરાકનું પાચન બરાબર ન થતું હોય તો એકવાર આ ઘરેલુ નુસખો ટ્રાય કરી જુઓ. જમ્યા પછી સાદું પાણી પીવાને બદલે આ 2 વસ્તુ પલાળેલું પાણી પીવું. આ પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે અને ગટ હેલ્થ પણ સારી રહે છે.
ઘણા લોકોને ભોજન પચવામાં સમસ્યા રહે છે. ભારે ખોરાક ખાધા પછી અપચો, એસિડિટી, ગેસ જેવી તકલીફો વધી જાય છે. પાચનશક્તિ નબળી હોય તો ગેસ અને એસિડિટી વારંવાર થાય છે. ખરાબ પાચનને સુધારવા માટે વરીયાળી અને અજમો મદદરૂપ થઈ શકે છે. વરીયાળી અને અજમામાં ઔષધીય ગુણ હોય છે. આ બંને વસ્તુને જમ્યા પછી ખાસ રીતે લેવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે.

વરીયાળીનો ઉપયોગ મોટાભાગે મુખવાસ તરીકે કરવામાં આવે છે. જ્યારે અજમા રસોઈમાં અને પેટ સંબંધિત તકલીફમાં દવા તરીકે પણ લેવામાં આવે છે. આ બંને વસ્તુને પાણીમાં પલાળીને જમ્યા પછી આ પાણી પીવાથી પાચનની તકલીફોથી રાહત મળી શકે છે. જમ્યા પછી નોર્મલ પાણી પીવાને બદલે વરીયાળી અને અજમાનું પાણી પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે સૌથી પહેલા એ જાણીએ.
વરીયાળી અને અજમાનું પાણી પીવાથી થતા ફાયદા
જો જમ્યા પછી તમે સાદું પાણી પીવાને બદલે વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળી તેની ચા બનાવીને પીશો તો તેનાથી શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થશે.
– ઇમ્યુનિટી બુસ્ટ થશે
– બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળી શકે.
– પાચન તંત્ર સારી રીતે કામ કરશે જેના કારણે ખોરાક ઝડપથી પચશે
– ગેસ અને એસિડિટી જેવી સમસ્યાથી રાહત મળી શકે
– સ્કીન હેલ્ધી અને ચમકદાર દેખાશે.
– બોડી ડિટોક્ષ થશે
– અજમાનું પાણી સીઝનલ બીમારીથી બચાવ થશે.
– વરીયાળી અને અજમાના પાણીથી મેટાબોલિઝમ બુસ્ટ થશે.
– ખોરાકમાં રહેલા પોષક તત્વોનું અવશોષણ સારી રીતે થશે
– અજમા અને વરીયાળીનું પાણી જમ્યા પછી પીવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે.
વરીયાળી અને અજમાનું પાણી બનાવવાની રીત

જમ્યા પછી તુરંત અજમા અને વરીયાળીનું પાણી પીવાની જરૂર નથી. 30 મિનિટ પછી આ પાણી પીવું. તેના માટે સમાન માત્રામાં વરીયાળી અને અજમા લઈને પાણીમાં પલાળી દો. પાણી પીવાનું હોય તે પહેલા ગરમ કરી લેવું. આ પાણી હુંફાળું ગરમ હોય ત્યારે પીવાથી વધારે ફાયદો થાય છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
