મુલુન્ડ કોલોની વિસ્તારમાં ૮૫ વર્ષીય વૃદ્ધાના ઘરમાંથી લાખો રૂપિયાની કિંમતની સોનાની બંગડીઓ ચોરાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરના મંદિરમાં મૂકેલી ૩ તોલા સોનાની બે બંગડીઓ ગાયબ થતાં આ મામલે વૃદ્ધાના પુત્રએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
સ્નાન કરવા જતી વખતે મંદિરમાં મૂકી હતી બંગડીઓ: પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલુન્ડ કોલોનીમાં રહેતા ૮૫ વર્ષીય નિર્મલાની દેખભાળ માટે ઘરમાં બે મહિલા કેરટેકર/કામવાળી રાખવામાં આવી છે. ગત ૬ ઓગસ્ટે નિર્મલાબેન સ્નાન કરવા ગયા તે પહેલાં તેમણે પોતાના હાથમાંથી ૩ તોલા સોનાની બે બંગડીઓ ઉતારીને ઘરના મંદિરમાં સુરક્ષિત મૂકી હતી.

શોધખોળ બાદ પણ ન મળતાં શંકા દ્રઢ બની: સાંજે આશરે ૬ વાગ્યાના સુમારે જ્યારે નિર્મલાબેન મંદિરમાંથી બંગડીઓ લેવા ગયા ત્યારે ત્યાં બંગડીઓ જોવા મળી નહોતી. તેમણે આખા ઘરમાં તપાસ કરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહોતો. ૧૧ ઓગસ્ટે જ્યારે તેમનો પુત્ર લલિત ખાનદાસાની તેમને મળવા આવ્યો ત્યારે નિર્મલાબેને આ અંગે જાણ કરી હતી. લલિતે પણ ઘરમાં તમામ જગ્યાએ બંગડીઓ શોધી હતી, પરંતુ ન મળતાં આખરે ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી.
આ મામલે લલિત ખાનદાસાનીએ મુલુન્ડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘરમાં આવતી-જતી સંભાળ રાખનાર મહિલાઓ સહિત શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
