મન સતત અશાંત રહેવું, અચાનક ઉદાસીનો અનુભવ થવો આ લક્ષણોને સામાન્ય સમજવાની ભુલ કરવી નહીં. આ સમસ્યા ડિપ્રેશનના કારણે હોય શકે છે. ડિપ્રેશન ધીરેધીરે વ્યક્તિને ખતમ કરી નાખે છે. આ સમસ્યાના લક્ષણોની ઓળખ અને સારવાર જરૂરી છે. ચાલો તમને જણાવીએ ડિપ્રેશનના લક્ષણો કેવા હોય છે.
ક્યારેક ચિંતા વધી જાય, મન દુઃખી થઈ જાય કે ઉદાસીનો અનુભવ થાય તો તે સામાન્ય હોય છે. જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે જેના કારણે વ્યક્તિ ક્યારેક દુઃખી રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિના મનમાં સતત નકારાત્મક વિચારો આવે અને વ્યક્તિ સતત દુઃખી રહે તો તે સામાન્ય નહીં પરંતુ ડિપ્રેશનના કારણે હોઈ શકે છે. ડિપ્રેશન એક માનસિક વિકાર છે જે વ્યક્તિના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ચિંતાની વાત એ છે કે લોકો ડિપ્રેશનના લક્ષણોને પણ સામાન્ય ઉદાસી સમજીને લાંબા સમય સુધી ઇગ્નોર કરે છે જેનું પરિણામ ઘાતક આવે છે. આજે તમને જણાવીએ ડિપ્રેશનના લક્ષણો કેવા હોય અને તેમાંથી બહાર આવવા માટે શું કરવું ?

ડિપ્રેશન એક ગંભીર સમસ્યા છે. જે વ્યક્તિને અલગ અલગ કારણોને લીધે થાય છે. ડિપ્રેશન થવાનું કારણ નિષ્ફળતા, જીવનના સંઘર્ષ કે બ્રેકઅપ જેવી સ્થિતિ પણ બની શકે છે. ડિપ્રેશનના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે. ડિપ્રેશન કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. ડિપ્રેશનના લક્ષણોને ઓળખીને યોગ્ય પગલાં ન લેવામાં આવે તો વ્યક્તિ આત્મહત્યા કરવાના વિચાર કરવા લાગે છે અને ઘણા લોકો આવું કરી પણ લેતા હોય છે. એટલા માટે જ એ સમજવું જરૂરી છે કે સામાન્ય ઉદાસી અને ડિપ્રેશનમાં અંતર શું હોય?
નકારાત્મક દ્રષ્ટિકોણ
ડિપ્રેશન એક એવી સમસ્યા છે જે વ્યક્તિના જીવનને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. ડિપ્રેશનનું સૌથી પહેલું લક્ષણ છે કે વ્યક્તિનું દ્રષ્ટિકોણ નેગેટિવ થઈ જાય છે. ડિપ્રેશન હોય તે વ્યક્તિ દરેક વાત માટે નિરાશા જનક વલણ અપનાવે છે. ડિપ્રેશનનું સૌથી પહેલું અને સામાન્ય લક્ષણ છે કે વ્યક્તિ પોતાની ભૂલ વિના પણ પોતાની જાતને દોષી ગણે છે અને દરેક વાતમાં નેગેટિવ વિચારે છે.
સતત ઉદાસી
ડિપ્રેશનનું બીજું લક્ષણ છે કે ડિપ્રેશનથી પીડિત લોકોને કોઈપણ કામ કરવામાં ખુશી નથી થતી કે રસ રહેતો નથી અને તેઓ આનંદિત પણ રહેતા નથી. આવા લોકો સતત ઉદાસીનો અનુભવ કરે છે. જ્યારે તેમની સાથે કોઈ હોય ત્યારે તે ખુશ રહે છે અને પછી અચાનક ઉદાસ થઈ જાય છે.

ઊંઘની સમસ્યા
ડિપ્રેશનનું ત્રીજું લક્ષણ ઊંઘ સંબંધિત સમસ્યા છે. ડિપ્રેશનના કારણે જ્યારે નેગેટિવ વિચારો વધી જાય છે તો વ્યક્તિને સુવામાં પણ તકલીફ પડે છે. અપૂરતી ઊંઘના કારણે શરીર સતત થાકેલું રહે છે અને કોઈપણ કામ કરવાની ઈચ્છા પણ થતી નથી.
ચીડિયો સ્વભાવ
એક્સપર્ટ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર થાય છે તો તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. મોટાભાગે ડિપ્રેશનમાં પુરુષો ચીડીયા સ્વભાવના થઈ જાય છે અને મહિલાઓ ઉદાસ રહેવા લાગે છે અને નિરાશા જનક વાતો કરે છે.
મૃત્યુના વિચાર
ડિપ્રેશનનું સૌથી ગંભીર અને ખતરનાક લક્ષણ છે કે વ્યક્તિને જીવન પ્રત્યે નિરાશા થઈ જાય. વ્યક્તિ આશાહીન અનુભવ કરે છે અને આ સ્થિતિમાં તેને આત્મહત્યાના વિચારો આવે છે. ડિપ્રેશનના ગંભીર સ્ટેજમાં વ્યક્તિ પોતાની જાતને અન્ય કરતા નબળી અને બેકાર સમજવા લાગે છે. આત્મઘ્રૂણાની ભાવનામાં વ્યક્તિ મૃત્યુના વિચાર કરવા લાગે છે અને તેમને જીવવા કરતા મરી જવું સરળ લાગે છે.

ડિપ્રેશનથી બચવાની રીત
– જો મનમાં સતત ઉદાસી અને નિરાશા રહેતી હોય તો પોતાની દિનચર્યા બદલો. સવારના સમયે એક્સરસાઇઝ અથવા યોગ કરો તેનાથી મૂળ સુધરશે.
– આહારમાં હેલ્દી વસ્તુઓનો સમાવેશ કરો. પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
– પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવાનું શરૂ કરો. સુતા પહેલા ફોન પર સમય પસાર કરવાનો છોડી દો.
– નવા શોખ અપનાવો. અથવા તો નવી વસ્તુ શીખવાનું શરૂ કરો. મનને શાંત કરવા માટે સારા પુસ્તકો પણ વાંચી શકો છો.
– મન ઉદાસ કે અશાંત હોય ત્યારે એકલા રહેવાનું ટાળો પરિવારના લોકો કે મિત્રો સાથે વાતચીત કરો કે પછી તેમની સાથે સમય પસાર કરો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
