જો તમને વારંવાર છાતીમાં બળતરાનો અનુભવ થાય છે તો દર વખતે આ સમસ્યા ફક્ત એસિડીટીના કારણે હોય તેવું જરૂરી નથી. 3 ગંભીર બીમારીની શરુઆતમાં પણ છાતીમાં બળતરાનું લક્ષણ જોવા મળે છે.
સવારે જાગો ત્યારે ખાટા ઓડકાર આવતા હોય કે પછી છાતીમાં બળતરા થતી હોય તો એવું માની લેવામાં આવે છે કે એસીડીટી થઈ હશે.. પરંતુ દર વખતે આ સમસ્યા ફક્ત એસીડીટીના કારણે હોય તેવું જરૂરી નથી. વારંવાર છાતીમાં બળતરા થવાની સમસ્યા 3 ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વારંવાર થતી છાતીની બળતરાને એસિટીડી સમજી, એસિડીટીની દવા ખાઈ લેવાની આદત જોખમી સાબિત થઈ શકે છે.

છાતીની બળતરાનું સામાન્ય કારણ
છાતીમાં બળતરા થવાનું સામાન્ય કારણ એસિડ રિફ્લક્સ હોઈ છે. ખાવા પીવામાં તેલ મસાલાવાળી વસ્તુઓ વધારે ખવાઈ ગઈ હોય, રાત્રે મોડું જમ્યું હોય કે પછી તીખી વસ્તુ વધારે ખાધી હોય તો બીજા દિવસે એસિડિટીના કારણે છાતીમાં બળતરા જેવી તકલીફનો સામનો કરવો પડે છે. પરંતુ ઉપર જણાવેલા કોઈપણ કારણ ન હોય અને અવારનવાર છાતીમાં બળતરા થતી હોય તો તેની પાછળ આ ત્રણ ગંભીર સમસ્યા જવાબદાર હોઈ શકે છે.
પેટનું અલ્સર
એસીડીટી જેવી જ છાતીની બળતરા અને તીખા અને ખાટા ઓડકાર આવવાની સમસ્યા પેટના અલ્સરમાં પણ જોવા મળે છે. જો પેટમાં અલ્સર થયું હોય અને તેને એસિડિટી સમજીને લાંબા સમય સુધી ઇગ્નોર કરવામાં આવે તો તકલીફ વધી જાય છે. પેટના અલ્સરમાં પણ છાતીમાં અને પેટના ઉપરના ભાગે બળતરાનો અનુભવ થાય છે. મોટાભાગે આ સમસ્યાને લોકો એસીડીટી ગણીને ઇગ્નોર કરે છે.
હૃદય સંબંધિત સમસ્યા
છાતીમાં બળતરાની તકલીફ હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ થાય છે. તો તમને વારંવાર છાતીમાં બળતરાનો અનુભવ થતો હોય તો હાર્ટ સંબંધિત પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. જેને ઇગ્નોર કરવાની ભૂલ કોઈએ કરવી નહીં. છાતીમાં બળતરા ની સાથે તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે થોડું હલનચલન કર્યા પછી પણ શ્વાસ ભૂલી જતો હોય તો તુરંત ડોક્ટરને બતાવવું એસીડીટી ની દવાઓ લઈને લક્ષણોને ઇગ્નોર કરવા નહીં.

ગેસ્ટ્રાઇટીસ
ગેસ્ટ્રાઇટીસના કારણે પણ છાતીમાં બળતરા થઈ શકે છે. જ્યારે પેટની અંદરની લેયરમાં સોજો આવી જાય ત્યારે ગેસ્ટ્રાઇટીસની સમસ્યા વધી જાય છે. આ તકલીફ પણ એવી છે જેને ઇગ્નોર કરવાથી તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એટલા માટે જ જો તમને વારંવાર છાતીમાં બળતરા નો અનુભવ થતો હોય અથવા તો રોજ ખાલી પેટ છાતીમાં બળતરા થતી હોય તો આ લક્ષણને લાંબા સમય સુધી ઇગ્નોર ન કરો અને તુરંત જ ડોક્ટરની સલાહ લો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
