30 વર્ષની ઉંમર પછી પણ એનર્જી અને હેલ્થ 22-23 વર્ષની ઉંમર જેવી રાખવી હોય તો આહારમાં પ્રોટીનનો સમાવેશ કરો. અહીં 5 હાઈ પ્રોટીન વસ્તુઓ વિશે જણાવેલું છે. આ વસ્તુઓને તમે ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી શરીરની રોજની પ્રોટીનની જરૂરીયાત પુરી થઈ શકે છે.
પ્રોટીનને લઈને ઘણા લોકોના મનમાં ગેરસમજ હોય છે કે જે લોકો જીમ જતા હોય તેમણે જ પ્રોટીન રીચ ફુડ લેવાની જરૂર હોય. પરંતુ એવું નથી પ્રોટીન રીચ ફુડ દરેક માટે જરૂરી છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે 30 વર્ષ પછી શરીરમાંથી મસલ્સ ધીરે ધીરે ઘટે છે. આ સમયે પ્રોટીનયુક્ત આહાર લેવામાં ન આવે તો તેનાથી શરીરમાં નબળાઈ આવતી જાય છે.
30 વર્ષની ઉંમર પછી થાક વધારે લાગે છે, નબળાઈ આવી જાય છે, હાથની પકડ ઢીલી પડી જાય છે, સીડી ચઢવા ઉતરવામાં સમસ્યા થાય છે. જો આવી સમસ્યાઓ રહેતી હોય તો તમારે આહારમાં પ્રોટીન વધારવું જોઈએ. પ્રોટીન આપણા શરીરની કોશિકાઓને રીપેર કરવાનું અને સ્નાયૂને મજબૂત કરવાનું કામ કરે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવામાં પ્રોટીન મહત્વની ભુમિકા ભજવે છે.

પ્રોટીનથી ભરપુર ઘરેલુ આહાર
પ્રોટીનની જરૂરીયાત પુરી કરવા માટે તમે રોજના ઘરેલુ આહારની મદદ લઈ શકો છો. અહીં 5 એવી વસ્તુઓ વિશે જણાવેલું છે જે પ્રોટીનથી ભરપુર હોય છે. આ વસ્તુઓ મોટાભાગના ઘરોમાં હોય છે. બસ એટલું કરવું કે રોજ આ વસ્તુઓમાંથી કોઈ એક તમારા આહારમાં હોય તે વાતનું ધ્યાન રાખવું.
હાઈ પ્રોટીન વસ્તુઓ
દેશી ચણા – દેશી ચણા જે મરુન રંગના હોય છે તે પ્રોટીનથી ભરપુર હોય છે. 100 ગ્રામ કાળા ચણામાંથી 22 ગ્રામ પ્રોટીન મળે છે. 50 ગ્રામ ચણા પાણીમાં પલાળી બીજા દિવસે તેને બાફીને કે સ્ટીમ કરીને ખાઈ શકો છો.
મગની દાળ – મગની દાળ પણ દરેક ઘરમાં હોય છે. આહારમાં મગની દાળ પણ તમે સામેલ કરી શકો છો. 100 ગ્રામ મગની દાળમાંથી 24 ગ્રામ પ્રોટીન મળે છે. મગની દાળ સરળતાથી પચી પણ જાય છે. એટલે જે લોકોને પાચનની સમસ્યા હોય તેઓ ચણાને બદલે મગની દાળ ખાઈ શકે છે.

સોયાબીન – સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. 100 ગ્રામ સોયાબીનમાંથી 36 ગ્રામ પ્રોટીન મળે છે. પ્લાંટ બેઝ પ્રોટીનમાં સોયાબીન સૌથી બેસ્ટ ગણાય છે.
દહીં – દહીં રોજ ખાવું જોઈએ. દહીં પ્રોટીનની સાથે પ્રોબાયોટિક્સથી ભરપુર હોય છે. તેનાથી પાચન સુધરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
ઈંડા – જો તમે ઈંડા ખાતા હોય તો ઈંડા પ્રોટીનનો સૌથી સારો સોર્સ ગણાય છે. ઈંડામાં પ્રોટીનની સાથે બધા જ જરૂરી એમીનો એસિડ પણ હોય છે. જે મસલ્સને મજબૂત કરવામાં અને શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
