વાતાવરણમાં થતા ફેરફારના કારણે આ સમયે વાયરલ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. બદલતાં વાતાવરણના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચીને રહેવા માટે મુલેઠીનો ઉપયોગ કરી શકાય છે. હુંફાળા પાણીમાં મુલેઠી પાવડર મિક્સ કરીને પીવાનો નુસખો આ સમયે તમને નિરોગી રાખી શકે છે.
બદલતા વાતાવરણમાં અમુક ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. આવો જ ઘરેલુ નુસખો છે મુલેઠીના પાવડરનો. હાલ જ્યારે વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે ત્યારે રોગચાળો પણ વકરી રહ્યો છે. આવા સમયમાં મુલેઠી પાવડર હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલેઠી શરીર માટે ઔષધી ગણાય છે.
આયુર્વેદ અનુસાર મુલેઠી અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યામાં ઔષધી સમાન અસર કરે છે. આયુર્વેદમાં વર્ષોથી મુલેઠીનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.. શરીરની 5 સમસ્યામાં તો મુલેઠી સૌથી વધારે ફાયદાકારક ગણાય છે. બદલતા વાતાવરણમાં હેલ્થી રહેવા માટે અને આ 4 સમસ્યાને દૂર કરવા માટે મુલેઠી ઉપયોગી સાબિત થઈ શકે છે. બદલતા વાતાવરણમાં મુલેઠી કયા રોગથી તમને બચાવી શકે ચાલો તમને જણાવીએ.

ગળાની તકલીફ
વાતાવરણમાં જ્યારે સતત ફેરફાર થતા હોય ત્યારે સૌથી વધારે ગળાની તકલીફ અને શરદી ઉધરસની સમસ્યા જોવા મળે છે. આવી ઋતુમાં તમે ગળાની તકલીફથી બચવા માટે હુંફાળા પાણીમાં મુલેઠી પાવડર ઉમેરીને પી શકો છો. મુલેઠી ગળાની તકલીફને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમને ગળામાં સમસ્યા હોય તો હુંફાળા પાણીમાં મુલેઠી ઉમેરીને પીવાનું રાખો તેનાથી ફાયદો થઈ શકે છે.
પેટમાં અલ્સર
મુલેઠીનું પાણી પીવાથી પેટના અલસરની તકલીફમાં પણ ફાયદો થઇ શકે છે. પેટની ગરમીના કારણે અલ્સરની સમસ્યા થઈ હોય તો તેમાં મુલેઠીનો ઘરેલું ઉપાય અજમાવી શકાય છે. જોકે કોઈ પણ પ્રકારના અલ્સર માટે દવાનો વિકલ્પ મુલેઠી નથી.
ઉધરસ
ઉધરસમાં પણ મુલેઠી ફાયદાકારક છે વર્ષોથી ઉધરસમાં મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉધરસથી રાહત મેળવવા માટે હુંફાળા પાણીમાં મુલેઠી ઉમેરીને પી શકાય છે. સામાન્ય ઉધરસમાં મુલેઠી વાળું પાણી ગજબનો ફાયદો કરી શકે છે.
પાચનની તકલીફ
પાચન સંબંધિત સમસ્યામાં પણ મુલેઠી ફાયદાકારક છે. બદલતા વાતાવરણના કારણે પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો મુલેઠીનો ઉપયોગ કરી શકાય છે. મુલેઠીનું પાણી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

બદલતા વાતાવરણમાં થતી આવી સ્વાસ્થ્ય સમસ્યામાં મુલેઠીનો ઉપયોગ કરવો અસરકારક છે. પરંતુ કોઈ પણ સમસ્યાની દવાનો વિકલ્પ મુલેઠી નથી. જો તકલીફ વધારે હોય તો ડોક્ટરને બતાવવું જરુરી હોય છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
